Maharashtra Election 2024 : બીજેપીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોના પત્તા કપાયા?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર વચ્ચે વિવિધ પાર્ટીઓ ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. આ ક્રમમાં બીજેપીએ 22 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.
બીજેપી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં 22 નામ સામેલ છે. આ લિસ્ટમાં પાર્ટીએ મલકાપુર, ગઢચિરોલી, લાતુર, સોલાપુર સેન્ટ્રલ અર્બન જેવી મહત્વની 22 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

આ લિસ્ટમાં ચૈનસુખ મદનલાલ સંચેતી, મિલિંદ રામજી નરોટે, દેવેન્દ્ર રાજેશ કોઠે જેવા જાણીતા નામ સામેલ છે. બીજી યાદીમાં ભાજપે નાસિક સેન્ટ્રલથી દેવયાની સુહાસ ફરંદેને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે પાર્ટીએ ધુલે ગ્રામીણ બેઠક પરથી રામ ભદાને પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ સિવાય બીજેપીએ મલકાપુરથી ચૈનસુખ મદનલાલ સંચેતી, અકોટથી પ્રકાશ ગુણવંતરાવ ભરસાકલે, અકોલા પશ્ચિમથી વિજય કમલકિશોર અગ્રવાલ, વાશિમથી શ્યામ રામચરંજી ખોડે, મેલઘાટથી કેવલરામ તુલસીરામ કાલેને મેદાનમાં ઉતાર્યા છે.












Click it and Unblock the Notifications
