Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં બીજેપીનો ચૂંટણી ઢંઢેરો જારી, જાણો બીજેપીએ શું વાયદા કર્યા?
Maharashtra Assembly Election 2024 : ઝારખંડ બાદ બીજેપીએ મહારાષ્ટ્રમાં પણ પોતાનો ચૂંટણી ઢંઢેરો જારી કરી દેવાયો છે. આ ચૂંટણી ઢંઢેરામાં ઘણા વાયદા કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં અમિત શાહે બીજેપીનો મેનિફેસ્ટો જારી કર્યો. અહીં ભાજપે પોતાના મેનિફેસ્ટોનું નામ સંકલ્પ પત્ર આપ્ચુ છે. તેમની સાથે પીયૂષ ગોયલ અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર હતા.

બીજેપીએ તેમના ઢંઢેરામાં મહારાષ્ટ્રના લોકોને વચન આપ્યું છે કે તે ખેડૂતોની લોન માફ કરશે. આ સિવાય લડકી બહન સ્કીમની મર્યાદા વધારીને 2100 રૂપિયા કરવામાં આવશે. 25 લાખ નોકરીઓનું સર્જન અને પ્રદાન કરવાનું વચન આપ્યુ છે.
- મહારાષ્ટ્રના લોકોને બીજેપીના વચનો
- ખેડૂતોની લોન માફીની જાહેરાત.
- લડકી બહન સ્કીમની મર્યાદા વધારીને 2100 રૂપિયા કરવામાં આવશે.
- કપાસ અને સોયાબીન ખેડૂતોની સુવિધાનું ધ્યાન રાખવામાં આવશે.
- વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાની મર્યાદા 1500 રૂપિયાથી વધારીને 2100 રૂપિયા કરવામાં આવશે.
- 25 લાખ નોકરીઓનું સર્જન
- ભાવ સ્થિર રાખવા બજારમાં સરકારી હસ્તક્ષેપ હશે
- સરકાર રચનાના 100 દિવસમાં ટેક્નોલોજી સુધારવા માટે વિઝન ડોક્યુમેન્ટ લોન્ચ કરશે.
- મેક ઈન ઈન્ડિયા માટે મહારાષ્ટ્રને સૌથી વધુ પસંદગીનું સ્થળ બનાવશે
- ફિનટેક, એરોનોટિક્સ અને સ્પેસ પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
- લખપતિ દીદી 2027 સુધીમાં મહારાષ્ટ્રમાં 50 લાખ લોકો સુધી પહોંચવાની યોજના
- મહારાષ્ટ્રમાં AI પ્રશિક્ષણ પ્રયોગશાળાઓ ખોલવામાં આવશે,
- રાજ્યમાં સ્કીલ સેન્સસ હાથ ધરવામાં આવશે.
- કો-વર્કિંગ સ્પેસ અને ઇન્ક્યુબેશન સેન્ટરો સ્થાપવામાં આવશે.
- મહારાષ્ટ્રને 1 ટ્રિલિયન અર્થ વ્યવસ્થા બનાવાશે
- અમિત શાહે ચૂંટણી ઢંઢેરાની વિગતો આપી અને મહિલાઓ અને ખેડૂતો માટે આપેલા વચનોની પ્રશંસા કરી. તેમણે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું અને કહ્યું કે 2019માં સત્તાના લોભમાં તેમણે એનડીએ સાથે હાથ મિલાવીને લોકોની ઈચ્છાને અવગણી.












Click it and Unblock the Notifications
