Maharashtra Election 2024 : મહા વિકાસ અઘાડીમાં સીટ શેરિંગને લઈને સહમતિ બની, જાણો કોને કેટલી સીટો?

Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા મહા વિકાસ અઘાડીની પાર્ટીઓ સીટ શેરિંગને લઈને સતત મંથન કરી રહી છે.

આ મંથન વચ્ચે પાર્ટીઓ વચ્ચે સીટ શેરિંગની ફોર્મુલા નક્કી થઈ હોવાના અહેવાલ આવ્યા છે. સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે, ત્રણ પાર્ટીઓ વચ્ચે 200 થી વધુ સીટો પર સહમતિ બની છે.

Maharashtra Election 2024

શિવસેના UBT નેતા સંજય રાઉતે કહ્યું કે, ત્રણેય પક્ષો 200થી વધુ બેઠકો પર સહમતિ પર પહોંચી ગયા છે. ફરીથી 1-2 બેઠકો થશે અને અમે જોઈશું કે અમે નાના પક્ષો માટે શું કરી શકીએ છીએ અને 1-2 દિવસમાં બેઠકોની વહેંચણી પૂર્ણ કરવામાં આવશે.

સંજય રાઉતે કહ્યું કે, હાવિકાસ અઘાડીની બેઠકો પૂરી થઈ ગઈ છે અને અમે ગુરુવારે એનસીપી પ્રમુખ શરદ પવારને મળ્યા હતા. આ દરમિયાન સંજય રાઉતે કહ્યું કે 200થી વધુ સીટો પર સર્વસંમતિ સધાઈ છે અને અમે આ સીટોની જાહેરાત કરીશું. અમારી યાદી તૈયાર છે.

અહીં સંજય રાઉતે બીજેપી પર પ્રહાર કર્યા અને કહ્યું કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત પર આત્મમંથન કરવું જોઈએ કે તે કેવી રીતે જીતી. રાઉતે કહ્યું કે હરિયાણામાં કોંગ્રેસ માત્ર 0.6 ટકાના માર્જીનથી હારી છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઈવીએમમાં ​​ગેરરીતિ અંગે આપેલા પુરાવાઓ પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X