Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં બીજેપીની ઘરવાપસી? જાણો શું કહે છે લેટેસ્ટ સર્વે?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં આ વખતે મહા વિકાસ અઘાડી અને મહાયુતિ બન્ને ગઠબંધન પુરી તાકાત સાથે ચૂંટણીમાં ઉતરી ચુક્યા છે.
આ બન્ને ગઠબંધન વચ્ચે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને ઔવેેશીની AIMIM માટે ચૂંટણી પહેલા જ માઠા સમાચાર આવ્યા છે.

બન્ને ગઠબંધનના નેતાઓના દાવા વચ્ચે ઇલેક્ટોરલ એજનો પ્રી-પોલ સર્વે સામે આવ્યો છે. આ સર્વે પર વિશ્વાસ કરીએ તો મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી મહાયુતિ પર ભારે પડી શકે છે.
આ સર્વે અનુસાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડી 157 સીટો જીતી શકે છે. આમાં કોંગ્રેસને 68 સીટો, એનસીપી (એસપી)ને 44 સીટો, શિવસેના (યુબીટી)ને 41 સીટ, સમાજવાદી પાર્ટીને 1 સીટ, સીપીઆઈએમને 1 સીટ અને પીડબલ્યુપીને 2 સીટ મળી શકે છે.
આ સર્વે અનુસાર મહારાષ્ટ્ર ચૂંટણીમાં જનતા મહાયુતિને ખુરશી પરથી હટાવીને સરકાર બનાવી શકે છે. આ સર્વે અનુસાર, ભાજપને 79 બેઠકો, શિવસેના (શિંદે)ને 23 બેઠકો, NCPને 14 બેઠકો, RYSPને એક બેઠક અને અન્યને 14 બેઠકો મળી શકે છે.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે કપરી બની છે. બીજી તરફ મહા વિકાસ અઘાડી જીતી રહી છે પરંતુ તેની સહયોગી પાર્ટી સમાજવાદી પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે. આ સિવાય AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીને નુકસાન થઈ રહ્યું છે. 2019 વિધાનસભાની ચૂંટણીમાં SP અને AIMIM બંનેને 2-2 બેઠકો મળી હતી.
વોટ શેરની વાત કરીએ તો મહાયુતિને 41 ટકા વોટ મળી શકે છે. ભાજપને 24 ટકા, શિવસેના (શિંદે)ને 11 ટકા, એનસીપીને 6 ટકા વોટ મળી શકે છે.
બીજી તરફ મહા વિકાસ અઘાડીને 49 ટકા વોટ મળી શકે છે. આમાંથી કોંગ્રેસને 19 ટકા, NCP (SP)ને 13 ટકા, શિવસેના (UBT)ને 17 ટકા વોટ મળી શકે છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ







Click it and Unblock the Notifications
