Maharashtra Election 2024 : મહારાષ્ટ્ર ચૂંટણી બીજેપી માટે કેટલી મુશ્કેલ? બીજેપી આ મુદ્દાઓને કેવી રીતે નીપટશે?
Maharashtra Assembly Election 2024 : તમામ રાજકીય પક્ષો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ની તૈયારીમાં વ્યસ્ત છે, પરંતુ આ વખતની ચૂંટણીની લડાઈ ભારતીય જનતા પાર્ટી માટે મોટા પડકારો લઈને આવી છે.
બીજેપીને રાજ્યમાં વિપક્ષી પાર્ટીઓ તરફથી કાંટાથી ટક્કર મળી રહી છે. આ ટક્કર વચ્ચે બીજેપી માટે કેટલાક મુદ્દાઓ માથાનો દુખાવો બન્યો છે.

વિપક્ષને એક કરવું
કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને શિવસેના (ઉદ્ધવ બાલા ઠાકરે જૂથ) એ એક થઈને ભાજપ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. આ એકતાએ ભાજપ માટે સ્થિતિ મુશ્કેલ બનાવી દીધી છે. આ પક્ષોનું સાથે આવવુ ભાજપની વોટબેંકને મોટો ઝટકો આપશે તે નક્કી છે.
સ્થાનિક મુદ્દાઓ
મહારાષ્ટ્રમાં વધતી મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોની સમસ્યાઓ જેવા સ્થાનિક મુદ્દાઓ ચૂંટણીના વાતાવરણને અસર કરી શકે છે. ભાજપે એ સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ આ મુદ્દાઓને અસરકારક રીતે ઉકેલે, નહીં તો તેની સીધી અસર તેમની વોટ બેંક પર પડી શકે છે.
બીજી તરફ કોંગ્રેસ સહિતની પાર્ટીઓ સતત લોકલ મુદ્દાઓ પર ચૂંટણીમાં ઉતરી છે. નરેન્દ્ર મોદી જેવા ફ્લોપ ફેક્ટર સાથે બીજેપી માટે મોટી મુશ્કેલી સર્જાશે તે નક્કી છે.
રાજકીય છબી
ભાજપની રાજકીય છબી છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે. આ સ્થિતિમાં પાર્ટીએ તેની છબી સુધારવાની જરૂર છે, જેથી તે મતદારોમાં વિશ્વાસ પેદા કરી શકે. બીજેપીનો હિન્દુત્વનો મુદ્દો મહારાષ્ટ્રમાં ફેલ ગયો છે. આ સ્થિતી બીજેપી માટે સૌથી મોટો પડકાર છે.
આંતરિક અસંતોષ
ભાજપમાં અંદર ખાસ કરીને સ્થાનિક સ્તરે મોટો અસંતોષ હોવાના અહેવાલો છે. જો પક્ષ સમયસર આ અસંતોષનું નિરાકરણ નહીં લાવે તો ચૂંટણી પરિણામો પર તેની નકારાત્મક અસર પડી શકે છે. મહારાષ્ટ્રમાં પાર્ટી એકજૂઠ નથી લાગતી. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ વિવાદ વગર એક મંચ પર આવી જતા બીજેપી માટે મોટો પડકાર છે.
નવા મતદારો
યુવાનો અને નવી પેઢીમાં મતદારોમાં બીજેપીની પકડ નબળી પડી રહી છે. તો બીજી તરફ રાહુલ ગાંધી સતત ઉભરી રહ્યાં છે. આ સ્થિતી બીજેપી માટે માથાનો દુખાવો બની શકે છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 ભાજપ માટે કસોટીની ક્ષણ છે. પાર્ટીએ આ પડકારોનો સામનો કરવો પડશે અને નવી વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરવું પડશે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ આ પડકારોને પાર કરીને સત્તામાં પાછી ફરે છે કે કેમ?
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
