Maharashtra Election 2024 : મહા વિકાસ અઘાડીમાં કેટલીક સીટો પર કોકડુ ગુંચવાયુ, આટલી સીટો પર સહમતિ બની

Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ મહા વિકાસ અઘાડીની પાર્ટીઓ વચ્ચે સતત સીટ શેરિંગને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે.

આ બેઠકો વચ્ચે અહેવાલો આવી રહ્યાં છે કે ઘણી સીટો પર સહમતિ બની છે અને કેટલીક સીટો પર કોકડુ ગુચવાઈ ગયુ છે. આ સીટો પર સતત મંથન ચાલી રહ્યું છે.

Maharashtra Assembly Election 2024

જણાવી દઈએ કે, રાજ્યમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી બંને ગઠબંધનોએ સીટ શેરિંગ અને ઉમેદવારોની જાહેરાત કરી નથી. પાર્ટીઓ સતત તેના પર મંથન કરી રહી છે.

સમાચારો અનુસાર, મહાવિકાસ અઘાડીમાં મહારાષ્ટ્રની 288માંથી 260 બેઠકો પર સહમતિ બની છે અને 28 બેઠકો એવી છે કે જેના પર હજુ પણ વિવાદ છે.

સમાચારો અનુસાર, કોંગ્રેસે હાઈકમાન્ડને યાદી મોકલી છે, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પણ આ બેઠકો પરના મતભેદોને ઉકેલવા માટે ચર્ચા કરી રહ્યાં છે. મહાવિકાસ અઘાડી બે દિવસમાં સીટ એલોટમેન્ટની જાહેરાત કરી શકે છે.

સીટ શેરિંગને લઈને 17 ઓક્ટોબરે મહા વિકાસ અઘાડીની 9 કલાક લાંબી મેરેથોન બેઠક ચાલી હતી. સવારે 11 વાગ્યે શરૂ થયેલી આ બેઠક રાત્રે 8 વાગ્યે પૂરી થઈ હતી.

આ બેઠકમાં વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રની બેઠકો પર ચર્ચા કરવામાં આવી અને 260 બેઠકો પર ત્રણેય પક્ષોના નેતાઓ વચ્ચે સહમતિ સધાઈ છે.

બાકીની 28 બેઠકો પર વધુ ચર્ચા ચાલુ છે. આમાં 20 થી 25 બેઠકો એવી છે કે જેના પર મહા વિકાસ અઘાડી, કોંગ્રેસ અને એનસીપી શરદચંદ્ર પવાર પાર્ટી તેમજ શિવસેના ઠાકરે જોર લગાવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X