Maharashtra Election 2024 : શરદ પવાર NCP એ 45 ઉમેદવારો જાહેર કર્યા, અજીત પવાર સામે માસ્ટર સ્ટ્રોક

Maharashtra Assembly Election 2024 : કોંગ્રેસ અને શિવસેના ઉદ્ધવ ઠાકરે સાથે સીટ શેરિંગને લઈને ચર્ચા પુરી થયા બાદ શરદ પવારની એનસીપીએ 45 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે.

મહારાષ્ટ્રની રાજનીતિના સૌથી પીઢ નેતા શરદ પવારે પહેલી યાદીમાં દગો કરનારા ભત્રીજા અજીત પવાર સામે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે.

Maharashtra Assembly Election 2024

NCP (SP) ના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે પહેલી યાદી જાહેર કરી અને જણાવ્યુ કે શરદ પવારે તેમના ભત્રીજા અજિત પવાર સામે તેમના પૌત્ર યુગેન્દ્ર પવારને બારામતીથી ઉમેદવાર બનાવ્યા છે.

શરદ પવારની એનસીપીએ ઇસ્લામપુર વિધાનસભા બેઠક પરથી જયંત પાટીલ, કાટોલ બેઠક પરથી અનિલ દેશમુખ, ઘનસાવંગીથી રાજેશ ટોપે અને કરાડ ઉત્તર બેઠક પરથી બાલાસાહેબ પાટીલને ટિકિટ આપી છે.

આ સિવાય મુંબ્રા બેઠક પરથી જીતેન્દ્ર આવ્હાડ, કોરેગાંવથી શશિકાંત શિંદે અને વાસમતથી જયપ્રકાશ દાંડેગાંવકરને મેદાનમાં ઉતાર્યા છે.

શરદ જૂથે ગુલાબરાવ દેવકરને જલગાંવ ગ્રામીણ, ઈન્દાપુર-હર્ષવર્ધન પાટીલ, રાહુરી બેઠક પરથી પ્રાજક્તા તાનપુરે, શિરુરથી અશોક પવાર, શિરાલા બેઠક પરથી માનસિંહ નાઈકને ટિકિટ આપી છે.

આ નામો સિવાય સુનીલ ભુસારા વિક્રમગઢથી અને રોહિત પવારને કરજગ જામખેડથી ઉમેદવાર બનાવાયા છે.

શરદ પવારે મોટો દાવ ખેલતા બારામતી સીટ પર અજિત પવાર સામે ભત્રીજા યુગેન્દ્રને મેદાનમાં ઉતાર્યા છે. જયંત પાટીલે કહ્યું કે હવે પછીના ઉમેદવારો અંગે ચર્ચા ચાલી રહી છે અને બે દિવસમાં વધુ નામો જાહેર કરવામાં આવશે.

જણાવી દઈએ કે, અજિત પવાર જૂથે 38 ઉમેદવારોની યાદી બહાર પાડી છે, તેમાં મોટાભાગના વર્તમાન ધારાસભ્યોએ તેમની ટિકિટ જાળવી રાખવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X