Maharashtra Election 2024 : ચૂંટણી પહેલા શરદ પવારનો મોટો દાવ, આ પાર્ટીનો NCPમાં વિલય થશે
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા શરદ પવારની એનસીપીએ મોટો ધમાકો કર્યો છે. શરદ પવારની પાર્ટીનું આ પગલુ અજીત પવાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે.
અહેવાલો આવી રહ્યાં છે કે શરદ પવારની એનસીપી સાથે મહારાષ્ટ્રની એક પાર્ટીનો વિલય થવા જઈ રહ્યો છે. આ વિલય શરદ પવારને વધારે તાકાતવર બનાવશે.

સમાચારો પર વિશ્વાસ કરીએ તો શરદ પવારની એનસીપી અને ભારત રાષ્ટ્ર સમિતી પાર્ટીનું વિલીનીકરણ થવા જઈ રહ્યું છે. બીઆરએસ પ્રવક્તા અંકુશ કાકડેએ આ વાતની પૃષ્ઠિ કરી છે.
6 ઓક્ટોબરે પુણેમાં નિસર્ગ મંગલ કાર્યાલય શરદ પવારની એનસીપી સાથે બીઆરએસનું ઔપચારિક વિલીનીકરણ થઈ જશે. આ વ્યૂહાત્મક પગલું રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા લેવામાં આવી રહ્યું છે.
આ વિલીનીકરણથી મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટા ફેરફાર કરશે,. રાજ્યના સરહદી વિસ્તારોમાં એનસીપી માટે આ પગલુ ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે.
તેલંગાણાના પૂર્વ સીએમ કે. ચંદ્રશેખર રાવની પાર્ટીને NCP (SP) સાથે મર્જ કરવાનો નિર્ણય BRS મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય સંયોજક બાળાસાહેબ દેશમુખ અને NCP નેતા શરદ પવાર વચ્ચેની ચર્ચા બાદ લેવામાં આવ્યો છે.
તેલંગાણામાં BRSની હાર અને મહારાષ્ટ્રમાં તેના મર્યાદિત વિસ્તરણ પછી ચૂંટણી પહેલા BRSને પવારની પાર્ટી સાથે મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
