Maharashtra Election 2024 :મહારાષ્ટ્રમાં મહાયુતિના સીએમ ઉમેદવાર કોણ? જાણો શું કહ્યું એકનાથ શિંદેએ?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાત પહેલા જ બીજેપી ખરાબ રીતે ફસાઈ છે. એનસીપી અને શિવસેના વચ્ચે સીએમ પદને લઈને કોકડુ ગુચવાયુ છે.
હાલમાં જ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહાયુતિના ઉમેદવારને લઈને મૌન તોડ્યુ છે. તેમણે કહ્યું કે મને શું મળશે તે મહત્વનું નથી પરંતુ લોકોને શું મળશે તે મહત્વનું છે.

સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, અન્ય લોકો મારી ખુરશી-મારી ખુરશી કરે છે, ખુરશી કેટલા દિવસ ચાલે? આ ખુરશીની વાત નથી. અમે એક ટીમ તરીકે કામ કર્યું છે. અમે પૂર્ણ બહુમત સાથે મહાયુતિની સરકાર બનાવીશું.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ મહાયુતિની પાર્ટીઓ વચ્ચે હંગામાનો માહોલ છે. અજીત પવાર અને એકનાથ શિંદેની પાર્ટી વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. અહેવાલો એવા પણ છે કે સીટ શેરિંગને લઈને પાર્ટીઓ વચ્ચે ભારે હંગામો ચાલી રહ્યો છે.
એક તરફ અજીત પવારની શિવસેના 70થી વધારે સીટો માંગી રહી છે તો બીજી તરફ એકનાથ શિંદે માટે પણ સીટો મેળવવાનું દબાણ છે. બીજી તરફ લોકસભા ચૂંટણીની હારે સ્થિતી વધારે કફોડી કરી દીધી છે.












Click it and Unblock the Notifications
