Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં એનડીએના સીએમ ઉમેદવાર કોણ? જાણો શું કહ્યું અમિત શાહે?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં સહયોગીઓ વચ્ચે ફસાયેલી બીજેપી સીએમ પદને લઈને પરેશાન છે.
મહારાષ્ટ્રમાં એનડીએના સીએમ ઉમેદવાર કોણ તેને લઈને હાલમાં જ અમિત શાહે કેટલાક સંકેત આપ્યા છે. હવે તેમના નિવેદન બાદ ફરીથી ચર્ચા શરૂ થઈ છે.

અમિત શાહે બીજેપીના મેનિફેસ્ટો લોંચ કરતા મુખ્યમંત્રી ચહેરા અને ઉદ્ધવ ઠાકરેને લઈને મોટું નિવેદન આપ્યું. અમિત શાહે કહ્યું કે અત્યારે અમારા મુખ્યમંત્રી એકનાથ શિંદે છે.
અમિત શાહે કહ્યું કે, ચૂંટણી પછી અમે ચર્ચા કરીશું કે આગામી સીએમ ચહેરો કોણ હશે. જો કે અત્યારે આપણા મુખ્યમંત્રી એકનાથ શિંદે છે. આ દરમિયાન ઠાકરે અને શરદ પવાર પર આકરા પ્રહાર કર્યા.
અમિત શાહે આગળ કહ્યું કે, મારે ઉદ્ધવ ઠાકરેને પૂછવું છે કે શું તે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વીર સાવરકર માટે બે શબ્દો કહી શકે છે? કોઈ કોંગ્રેસી નેતા બાળાસાહેબ ઠાકરેના સન્માનમાં બે વાક્યો બોલી શકે છે? મહારાષ્ટ્રની જનતાએ એવા લોકો વિશે જાણવું જોઈએ જેઓ વિરોધાભાસ વચ્ચે અઘાડી સરકાર બનાવવાનું સ્વપ્ન લઈને આવ્યા છે.
તેમણે કહ્યું કે, ચૂંટણીમાં અમારી ટક્કર મહા વિકાસ અઘાડી સાથે છે. હું કહેવા માંગુ છું કે આઘાડીની તમામ યોજનાઓ સત્તાના લોભની, વિચારધારાઓનું અપમાન કરવા અને મહારાષ્ટ્રની સંસ્કૃતિ સાથે દગો કરવાની છે. આ વખતે અમે શરદ પવારને સીએમ ચૂંટવાની તક નહીં આપીએ.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં બીજેપી માટે સ્થિતી સારી નથી. પહેલાથી જ વિરોધનો સામનો કરી રહેલી બીજેપી માટે દિવસે દિવસે સ્થિતી મુશ્કેલ બની રહી છે.












Click it and Unblock the Notifications
