For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મતદાન બાદ મહારાષ્ટ્રનો પહેલો એક્ઝિટ પોલ, જાણો કઈ પાર્ટીને કેટલી સીટ

મતદાન બાદ મહારાષ્ટ્રનો પહેલો એક્ઝિટ પોલ, જાણો કઈ પાર્ટીને કેટલી સીટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની 288 સીટો માટે વિધાનસભા ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે. મહારાષ્ટ્રમાં સવારે 7 વાગ્યે શરૂ થયેલ મતદાન સાંજના 6 વાગ્યા સુધી ચાલ્યું અને લોકો વોટિંગમાં ઉસ્સાહભેર ભાગ લીધો. હવે બે દિવસ બાદ એટલે કે 24મી ઓક્ટોબરે ચૂંટણી પરિણામ જાહેર થતાની સાથે જ નક્કી થઈ જશે કે મહારાષ્ટ્રમાં આગામી સરકાર કઈ પાર્ટીની બનવા જઈ રહી છે. જોકે ચૂંટણી પરિણામો પહેલા એક્ઝિટ પોલના પરિણામ આવવાં શરૂ થઈ ગયાં છે. એબીપી ન્યૂજ સી વોટર સર્વેએ મહારાષ્ટ્રની સીટોને લઈ એક્ઝિટ પોલ જાહેર કર્યા છે. આવો જાણીએ કે મહારાષ્ટ્રમાં આગલી સરકાર કઈ પાર્ટીની બનવા જઈ રહી છે.

જાણો કઈ પાર્ટીને કેટલી સીટ

જાણો કઈ પાર્ટીને કેટલી સીટ

એબીપી ન્યૂજ-સી વોટર સર્વે મુજબ મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટમાંથી ભાજપ અને શિવસેના ગઠબંધનને 204 સીટ પર જીત મળી શકે છે. જ્યારે કોંગ્રેસ અને એનસીપી ગઠબંધનના ખાતામાં માત્ર 69 સીટ જ જતી જોવા મળી રહી છે. 15 સીટ પર અન્ય દળોના ઉમેદવાર અને નિર્દળીય ઉમેદવાર જીતન નોંધાવી શકે છે. આ ચૂંટણીમાં ભાજપને 46 ટકા અને કોંગ્રેસને 37 ટકા વોટ શેર મળી શકે છે. જ્યારે 17 ટકા વોટશેર અન્ય દળોના ખાતામાં જઈ શકે છે.

મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનની સરકાર

મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનની સરકાર

એટલે કે એબીપી ન્યૂજ-સી વોટર સર્વેના પરિણામના આધારે કહી શકાય કે મહારાષ્ટ્રમાં ફરીથી ભાજપ અને શિવસેનાના ગઠબંધન વાળી સરકાર બની શકે છે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસ ખુરસી પર બેસતા જોવા મળી રહ્યા છે. જ્યારે એક્ઝિટ પોલના પરિણામને જોતા એ પણ જોવા મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં ખુદના દમ પર પણ બહુમત મેળવી શકે છે. એક્ઝિટ પોલના આ આંકડા બપોરે 3 વાગ્યા સુધીના વોટિંગના આધારે લેવામાં આવ્યા છે.

2014માં ભાજપ-શિવસેના અલગ-અલગ લડી હતી

2014માં ભાજપ-શિવસેના અલગ-અલગ લડી હતી

જણાવી દઈએ કે અગાઉ 2014માં 288 સીટવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ પાર્ટીએ 122 સીટ જીતી સૌથી મોટો દળ બની ગયો હતો. જ્યારે 2 વર્ષ બાદ ભાજપથી અલગ થઈ ચૂંટણી લડનાર શિવસેનાના ખાતામાં માત્ર 63 સીટ જ આવી હતી. જો કે બાદમાં શિવસેના અને ભાજપે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી. આ ચૂંટણીમાં કોંગ્રેસના ખાતામાં માત્ર 42 સીટ આવી હતી, જ્યારે શરદ પવારના નેતૃત્વવાળી એનસીપીને 41 સીટ પર જીત મળી હતી. 13 સીટ પર અન્ય દળોના ઉમેદવાર જીત્યા હતા અને 7 સીટ અપક્ષ ઉમેદવારોના ખાતામાં ગઈ હતી.

Exit Polls: મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપ જીતની નજીકExit Polls: મોટા ભાગના એક્ઝિટ પોલમાં ભાજપ જીતની નજીક

English summary
Maharashtra election Exit Poll results of ABP C voters Survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X