Maharashtra Election Result 2024 : હરિયાણા ચૂંટણીના પરિણામો મહારાષ્ટ્રને કેટલી અસર કરશે? જાણો સમીકરણ
Maharashtra assembly election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલથી વિપરીત પરિણામો આવ્યા છે. અહીં બીજેપીની જીત અને કોંગ્રેસની હાર આગામી દિવસોમાં મહારાષ્ટ્રની ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે.
લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હારેલી બીજેપી માટે આ જીત ઉત્સાહ ભરી શકે છે તો લોકસભામાં 99 સીટો જીતનારી કોંગ્રેસ માટે હતાશાનું કારણ પણ બની શકે છે.

જાણકારોનું માનીએ તો આનાથી BJP) મનોબળ વધવા સાથે મહાયુતિ ગઠબંધનમાં તેની તાકાત વધશે. તેનાથી વિપરિત લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં વધુ સારું પ્રદર્શન કરનાર કોંગ્રેસની સ્થિતિ મહા વિકાસ અઘાડીમાં નબળી પડી શકે છે.
હરિયાણામાં ભાજપે સત્તાની હેટ્રિક લગાવી છે તો જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધને સરકાર બનાવી છે. મતદારોએ બંને જગ્યાએ વિજેતાઓને નિર્ણાયક લીડ આપતા મોટા ઉલટફેર જોવા મળ્યા છે.
આવનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો અહીં એક તરફ મહાયુતિની બીજેપી, શિવસેના એકનાથ શિંદે અને અજીત પવારની એનસીપી છે. બીજી તરફ કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની એનસીપી છે.
હરિયાણાની ચૂંટણીએ મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીના આત્મવિશ્વાસને તોડવાનું કામ કર્યુ છે. આની અસર આવનારી મહારાષ્ટ્રની ચૂંટણીમાં કેટલી પડશે તે તો સમય જ બતાવશે પરંતું કોંગ્રેસનું મનોબળ તુંટશે તેમાં કોઈ બે મત નથી.












Click it and Unblock the Notifications
