Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં બીજેપીને 148 માંથી 131 સીટો કેવી રીતે મળી? કોંગ્રેસેનો સવાલ

Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કોંગ્રેસ સતત સવાલ ઉઠાવી રહ્યું છે. ચૌકાવનારા પરિણામો પર ઘણા નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે.

પરિણામો બાદ કોંગ્રેસે બીજેપીને મળેલી સીટો પર સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસે કહ્યું કે, લેવલ પ્લેઇંગ ફિલ્ડ સાથે છેડછાડ કરાઈ છે. આ ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા પેદા કરે છે.

Maharashtra Election Result 2024

કોંગ્રેસે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવ્યુ છે. ભાજપ અને તેના સહયોગી દળોએ વિધાનસભા ચૂંટણીમાં કેવી રીતે જોરદાર જીત મેળવી તે તપાસનો વિષય છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આવો માહોલ નહોતો, જેના કારણે નિષ્પક્ષ અને સંતુલિત હરીફાઈ શક્ય નહોતી. કોંગ્રેસે કહ્યું છે કે તે આ ચૂંટણી પરિણામનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરાશે. પાર્ટી એ સમજવાનો પ્રયાસ કરશે કે ભાજપે 148માંથી 132 બેઠકો કેવી રીતે જીતી?

કોંગ્રેસે મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણીના પરિણામોની વિધાનસભાના પરિણામો સાથે તુલના કરી અને કહ્યું કે ત્યાં ભાજપને હરાવ્યા બાદ વિધાનસભામાં આટલી મોટી જીત કેવી રીતે શક્ય છે? આ વિરોધાભાસ ચિંતાનો વિષય છે. આ એક વિચિત્ર પરિણામ છે.

જણાવી દઈએ કે, ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધનની જીત થઈ છે તો મહારાષ્ટ્રમાં એનડીએની મોટી જીત થઈ છે. અહીં કોંગ્રેસ અને સાથી પાર્ટીઓ માટે શરમજનક પરાજય થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X