Maharashtra Elections 2024 : મહારાષ્ટ્ર તો દુર મુંબઈ જીતવુ પણ બીજેપી માટે મુશ્કેલ, જાણો કેમ?
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ની ગમે ત્યારે જાહેર થઈ શકે છે. અહીં ચૂંટણીની જાહેરાત પહેલા જ બીજેપીની હાલત ખરાબ થઈ રહી છે.
હાલની સ્થિતીએ બીજેપી અહીં સતત દલદલની જેમ ફસાઈ રહી છે. સુત્રોનું માનીએ તો બીજેપી માટે મહારાષ્ટ્ર તો ઠીક મુંબઈ જીતવુ પણ મુશ્કેલ છે.

મહારાષ્ટ્રમાં સીટોની વહેંચણીને સાથી પક્ષો સાથે વિવાદો વચ્ચે મુંબઈની સીટો બીજેપી માટે પડકાર બની છે. મુંબઈની 36 સીટો રાજ્યમાં સરકાર બનાવવા માટે મહત્વપૂર્ણ છે.
બીજેપીની મુંબઈની મુશ્કેલીઓનું કારણ નેતા કિરીડ સોમૈયાનો ગુસ્સો છે. કિરીટના અસંતોષ વચ્ચે મુંબઈની સીટો બીજેપીની મુશ્કેલી વધી રહી હોવાનો દાવો બીજેપીના જ નેતાઓ કરી રહ્યાં છે.
મુંબઈ બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ જાહેરમાં બીજેપી વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. બીજેપીએ તેમની અભિયાન સમિતિના સંયોજક તરીકે નિમણૂક કરી હોવા છત્તા તેમણે અસંતોષ દર્શાવતા પદ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
મીડિયા અહેવાલો અનુસાર, 2019થી પાર્ટી દ્વારા નજરઅંદાજ કરવામાં આવતા તે નારાજ છે. 2024ના ચૂંટણી માટે ટિકિટ મેળવવાની તેમની આશાઓ પણ ધરાશાયી થઈ ગઈ છે. જો કે પાર્ટી ભંડોળ માટે તે મહત્વના નેતા છે.
મુંબઈની સીટો વિશે બીજેપીમાં આંતરિક વિવાદ સામે આવી ગયો છે. ઉમેદવારોએ પહેલેથી જ સીટો પર દાવો કરવાનો શરૂ કરી દીધો છે. બીજેપીના નજીકના સૂત્રો અનુસાર, ચાર સીટો ઓળખવામાં આવી છે, જ્યાં પાર્ટીના દિગ્ગજો એકબીજાના સામે મોરચો ખોલીને બેઠા છે. આ સીટોમાં બોરીવલી, ઘાટકોપર પૂર્વ અને વિલે પાર્લે સામેલ છે.
પુર્વ મંત્રી આકાશ મહેતા ઘાટકોપર પૂર્વમાંથી ચૂંટણી લડવા ઇચ્છે છે, જે વર્તમાન વિધાયક પરાગ શાહને પડકાર આપી શકે છે. શરૂઆતમાં મૌન રહેવા છતાં મહેતા હવે ઉમેદવારી માટે એક મજબૂત દાવો કરી રહ્યા છે, જે બોરીવલી અને વિલે પાર્લેમાં પણ રાજનીતિક સ્પર્ધાને દર્શાવે છે.
મુંબઈમાં બીજેપી ઉપરાંત મહાયુતિ ગઠબંધનની સહયોગી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ (NCP) પણ એવા સીટો પર દાવો કર્યો છે, જ્યાં બીજેપી પહેલા ચૂંટણી લડતી હતી.
2019માં બીજેપીએ મુંબઈની 36 સીટોમાંથી 16 પર જીત મેળવી હતી તો બાકીની સીટો પર તેમની ભૂતપૂર્વ સહયોગી શિવસેના ચૂંટણી લડી હતી. આ વર્ષે આ 36 સીટો પર ત્રણ પક્ષો છે, જેમાં અજય પવારનું ગઠન પણ સામેલ છે, જે બીજેપી માટે વધુ પડકાર ઉભો કરી રહી છે.












Click it and Unblock the Notifications
