For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર્રઃ ગઢચિરોલીના જંગલમાં અથડામણ, C-60 કમાન્ડોઝે 5 નક્સલીઓને કર્યા ઠાર

નક્સલ પ્રભાવિત વિસ્તારમાં રવિવારે મહારાષ્ટ્રમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાષ્ટ્રવિરોધી તત્વો સામે હાલમાં દેશમાં ઑપરેશન ચાલુ છે. એક તરફ કાશ્મીર ઘાટીમાં સુરક્ષાબળો આતંકીઓનો સફાયો કરી રહ્યા છે ત્યાં બીજી તરફ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં રવિવારે મહારાષ્ટ્રમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી. એક અથડામણમાં 5 નક્સલી માર્યા ગયા. આ સાથે જ તેમની પાસેથી ભારે માત્રામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.

naxal

મહારાષ્ટ્ર પોલિસના જણાવ્યા મુજબ ધાનોરા તાલુકાના મ્યારાપત્તી જંગલમાં તેમને અમુક નક્સલીઓ છૂપાયા હોવાના સમાચાર મળ્યા હતા. આ જગ્યા મહારાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચે આવે છે જેના પર સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યુ. આ દરમિયાન નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. બાદમાં પોલિસની વળતી કાર્યવાહીમાં 5 નક્સલી માર્યા ગયા. જેમાં બે પુરુષ અને ત્રણ મહિલાઓ છે. બાકી નક્સલીઓની શોધ માટે વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચાલુ છે.

પોલિસના જણાવ્યા મુજબ ગઢચિરોલી વિસ્તાર નક્સલ પ્રભાવિત છે અહીં ઘણી વાર સુરક્ષાબળના જવાન કાર્યવાહી કરી ચૂક્યા છે. રવિવારે થયેલી અથડામણમાં અત્યાર સુધી 5 શબ મળી આવ્યા છે. વળી, આસપાસના જંગલી વિસ્તારોમાં જવાન શોધખોળ કરી રહ્યા છે. આ ઉપરાંત ઘટના સ્થળે વધુ જવાનોને પણ મોકલી દેવામાં આવ્યા છે. સાથે જ નક્સલીઓના હથિયારો પણ પોલિસે જપ્સ કરી લીધા છે.

C-60 કમાંડો હતા ઑપરેશનમાં શામેલ

તમને જણાવી દઈએ કે રવિવારે થયેલ ઑપરેશનમાં C-60 કમાંડો શામેલ હતા. આ C-60ની રચના ગઢચિરોલીના પૂર્વ એસપી કેપી રઘુવંશીએ કરી હતી. આ કમાંડોઝને હૈદરાબાદ, બિહાર અને નાગપુરમાં ટ્રેનિંગ આપવામાં આવે છે જેના નામથી જ નક્સલી કાંપી જાય છે. આની કાબેલિયતનો અંદાજો તમે એ વાતથી લગાવી શકે છે કે 2018માં ગૃહ મંત્રાલયે નક્સલ પ્રભાવિત રાજ્યોને પત્ર લખ્યો હતો. જેમાં C-60 કમાંડોઝની જેમ બધાને નક્સલ સામે ઑપરેશન ચલાવવાની સલાહ આપવામાં આવી હતી.

લદ્દાખમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6લદ્દાખમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6

English summary
Maharashtra: Encounter in Gadchiroli forest, 5 Naxalites killed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X