For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર વિધાનસભામાં પાસ થયુ 16 ટકા મરાઠા અનામત બિલ

મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજ માટે શિક્ષણ અને રોજગારમાં 16 ટકા અનામતનો પ્રસ્તાવ વિધાનસભામાં મૂક્યો હતો જે સર્વસંમતિથી પાસ થઈ ગયો છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમાજ માટે શિક્ષણ અને રોજગારમાં 16 ટકા અનામતનો પ્રસ્તાવ વિધાનસભામાં મૂક્યો હતો જે સર્વસંમતિથી પાસ થઈ ગયો છે. એ બિલ ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ બિલ પાસ થવા પર મરાઠા સમાજને શિક્ષણ અને નોકરીમાં 16 ટકા અનામત મળશે. આ પહેલા સીએમ દેવેન્દર ફડણવીસે સંકેત આપ્યા હતા કે મરાઠા સમાજને અનામત આપવાનું એલાન 1 ડિસેમ્બરે કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ Video: મનમોહન સિંહના 'અધૂરા નિવેદન' થી રાહુલ પર હુમલો, ભાજપે શેર કર્યો વીડિયોઆ પણ વાંચોઃ Video: મનમોહન સિંહના 'અધૂરા નિવેદન' થી રાહુલ પર હુમલો, ભાજપે શેર કર્યો વીડિયો

મરાઠા અનામત બિલના મહત્વપૂર્ણ જોગવાઈ

મરાઠા અનામત બિલના મહત્વપૂર્ણ જોગવાઈ

મરાઠા સમાજ માટે 16 ટકા અનામત.
લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓને છોડીને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને સહાયક અથવા બેનસહાયક શૈક્ષણિક સંસ્થાઓમાં કુલ 16 ટકા અનામત.
રાજ્યમાં લોકસેવા આયોગની સેવાઓમાં 16 ટકા અનામત.

મરાઠા સમાજને 16 ટકા અનામત મળશે

મરાઠા સમાજને 16 ટકા અનામત મળશે

સરકાર 30 નવેમ્બર સુધી બિલ પાસ કરાવવાની કોશિશમાં છે. ભાજપે પોતાના બધા ધારાસભ્યોને વ્હિપ જાહેર કરીને સત્ર દરમિયાન હાજર રહેવાના નિર્દેશ આપ્યા હતા. સીએમ ફડણવીસે કહ્યુ કે મરાઠા અનામતની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે અને આજે સરકાર બિલ લઈને આવી છે.

ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવશે પ્રસ્તાવ

ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવશે પ્રસ્તાવ

સીએમ ફડણવીસે કહ્યુ કે અનામત પર રિપોર્ટ પૂરી કરવા માટે સમિતિની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા વર્ષોથી અનામતનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો હતો જેના માટે મરાઠા સમાજ દ્વારા સતત વિરોધ-પ્રદર્શન કરવામાં આવી રહ્યુ હતુ.

આ પણ વાંચોઃ છૂટાછેડા મામલે નવો વળાંક, તેજપ્રતાપ પાછી લઈ શકે છે અરજી, મળ્યા સંકેત!આ પણ વાંચોઃ છૂટાછેડા મામલે નવો વળાંક, તેજપ્રતાપ પાછી લઈ શકે છે અરજી, મળ્યા સંકેત!

English summary
Maharashtra government proposes 16 percent reservation for Maratha community in jobs and education
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X