મુંબઈના નહિ પરંતુ દિલ્લીના ‘માતોશ્રી'થી ચાલશે ઉદ્ધવ ઠાકરે સરકારઃ ફડણવીસ
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે સરકાર પર કટાક્ષ કર્યો છે. જાણો શું કહ્યુ.
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે સરકાર પર કટાક્ષ કર્યો છે. કોઈનુ નામ લીધા વિના દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે શિવસેનાના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકાર મુંબઈના 'માતોશ્રી' નહિ પરંતુ દિલ્લીના 'માતોશ્રી'થી ચાલશે. ફડણવીસે ગઠબંધનમાં સહયોગી કોંગ્રેસ નેતૃત્વની દખલ માટે આ કટાક્ષ કર્યો છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેના ઘરનુ નામ 'માતોશ્રી' છે.

બાલા સાહેબ રડી રહ્યા હશે
ફડણવીસે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આ નિવેદન પર પણ કટાક્ષ કર્યો કે તેમણે પોતાના દિવંગત પિતા બાલા સાહેબ ઠાકરેને વચન આપ્યુ હતુ કે તે શિવસૈનિકને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવશે. તેમણે કહ્યુ, ‘જો બાલા સાહેબ ઠાકરેને ખબર પડશે કે ચૂંટણી બાદ શિવસેના એનસીપી અને કોંગ્રેસ સાથે જતી રહી છે તો તે સ્વર્ગમાં રડી રહ્યા હશે.' તેમણે શિવસેના પર જનાદેશની સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો. ફડણવીસે લોકોને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને આગામી પાલઘર જિલ્લા પરિષદ ચૂંટણીમાં આકરો જવાબ આપવાની અપીલ કરી.

ઠાકરેની સરકાર કેટલા દિવસ ચાલશે?
ફડણવીસે કહ્યુ કે આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે શિવસેનાએ હિંદુત્વના વિચારક વી ડી સાવરકરને અપશબ્દ કહેનારા સાથે સમજૂતી કરી છે. તેમણે પૂછ્યુ કે આંતરિક કલેશ વચ્ચે ઠાકરેની સરકાર કેટલા દિવસ ચાલશે? ફડણવીસે આરોપ લગાવ્યો કે શિવસેનાએ જનાદેશ સાથે વિશ્વાસઘાત કર્યો છે એટલુ જ નહિ પરંતુ ચૂંટણી પહેલાના સહયોગી ભાજપ સાથે પણ વિશ્વાસઘાત કર્યો છે.

ભાજપ-શિવસેનાએ ગઠબંધનમાં લડી હતી ચૂંટણી
તમને જણાવી દઈએ કે બંને પાર્ટીઓએ વિધાનસભા ચૂંટણી ગઠબંધનમાં લડી હતી. તેમણે કહ્યુ કે ગયા વર્ષે થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જેટલી સીટો પર ચૂંટણી લડી હતી તેમાંથી 70 ટકા સીટો પર જીત મેળવી અને સૌથી મોટી પાર્ટી બની. વળી, શિવસેનાએ જેટલી સીટો પર ચૂંટણી લડી તેમાંથી તે માત્ર 45 ટકા સીટો જ જીતી શકી.












Click it and Unblock the Notifications
