For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રઃ ‘સામના'માં ભાજપ પર શિવસેનાએ જોરદાર ભડાશ કાઢી, વાંચો અહીં

શિવસેનાના મુખપત્ર સામનામાં છપાયેલા સંપાદકીયમાં ભાજપ પર જોરદાર હુમલો કરવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે વધતી તકરાર ખતમ થવાનુ નામ નથી લઈ રહી. જે રીતે રાજ્યમાં સરકાર બનાવવામાં બંને પક્ષો નિષ્ફળ રહ્યા અને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યુ ત્યારબાદ બંને પક્ષો એકબીજા પર આનુ ઠીકરુ ફોડી રહ્યા છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ શિવસેનાએ ભાજપ પર હુમલો કરીને કહ્યુ કે આ સ્થિતિને ટાળી શકાતી હતી જો ભાજપ પોતાનુ વચન પૂરુ કરી લેતી. શિવસેનાના મુખપત્ર સામનામાં છપાયેલા સંપાદકીયમાં ભાજપ પર જોરદાર હુમલો કરવામાં આવ્યો છે.

જનતાના નિર્ણયનુ અપમાન

જનતાના નિર્ણયનુ અપમાન

સામનામાં છપાયેલ સંપાદકીયમાં લખવામાં આવ્યુ છે કે રાજ્યની જનતાએ બંને પક્ષોનો સ્વીકાર કરીને મતદાન કર્યુ હતુ પરંતુ ચૂંટણી પરિણામ આવ્યા બાદ ભાજપ તેના માટે તૈયાર નથી, એટલા માટે જ અમારે આ પગલુ ઉઠાવવુ પડ્યુ જેથી મહારાષ્ટ્રની માટીના ગર્વને બચાવી શકાય. સામનામાં રાષ્ટ્રપતિ શાસન માટે ભાજપને જવાબદાર ગણવામાં આવ્યુ છે. આમાં કહેવામાં આવ્યુ છે કે આ સ્થિતિને ટાળી શકાતી હતી.

ભાજપે પોતાનુ વચન પૂરુ ન કર્યુ

ભાજપે પોતાનુ વચન પૂરુ ન કર્યુ

ભાજપ પર નિશાન સાધતા લખવામાં આવ્યુ કે છેવટે કોઈ બીજાને કેમ આના માટે જવાબદાર ગણવામાં આવે, એવુ કહેવાય છે કે ભાજપ નૈતિકતા, પરંપરાવાળી પાર્ટી છે, એવામાં મહારાષ્ટ્રના પરિપ્રેક્ષ્યમાં તેમણે આ જ પરંપરાઓનુ પાલન કરવુ જોઈએ. જો ભાજપે પોતાની પરંપરાઓનુ પાલન કર્યુ હોત અને પોતાનુ વચન પૂરુ કર્યુ હોત તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ના લાગતુ. એટલુ જ નહિ રાજ્યમાં જે કંઈ પણ થયુ છે તે શિવસેનાના સમ્માનને ઠેસ પહોંચાડવા માટે કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ શિવસેના સામે સમર્થન માટે એનસીપી રાખી શકે છે આ મોટી શરતઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ શિવસેના સામે સમર્થન માટે એનસીપી રાખી શકે છે આ મોટી શરત

ભાજપે શિવસેના પર લગાવ્યો આરોપ

ભાજપે શિવસેના પર લગાવ્યો આરોપ

વળી, ભાજપ નેતા સુધીર મુંગટીવારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન માટે શિવસેનાને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યુ કે આ જનતાના નિર્ણયનુ અપમાન છે. સાથે જ તેમણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાના રાજ્યપાલના નિર્ણયનુ સમર્થન કર્યુ છે. તેમણે કહ્યુ કે કોઈ પણ પક્ષ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકી નથી. જે લોકોએ દાવો કર્યો હતો કે તેમની પાસે સરકાર બનાવવા માટે પૂરતી સંખ્યા છે તે પોતાના સહયોગી પક્ષો પાસે સમર્થન પત્ર મેળવવામાં નિષ્ફળ રહ્યા. અમે પણ 24 કલાકનો વધુ સમય આપવાની માંગણી કરી હતી પરંતુ રાજ્યપાલે અમને વધુ સમય આપવાનો ઈનકાર કરી દીધો.

English summary
Maharashtra: In 'Samna' Shiv Sena alleges BJP for president rule.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X