For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ ઠાકરેના નિવેદન બાદ મહારાષ્ટ્રના કેટલાક ટોલબૂથો પર તોડફોડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 27 જાન્યુઆરી: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેના ભડકાઉ નિવેદન બાદ કેટલાક ટોલ બૂથ પર તોડફોડ થઇ હતી. આ તોડફોડ રાતથી ચાલુ છે. રાજ ઠાકરેએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે જો કોઇ ટોલ માંગે તો તેને મારો. ઘટના બાદ પોલીસ ત્યાં પહોંચી જતાં હંગામો મચાવનાર નાસી ભાગ્યા હતા. પોલીસ ઘટનાની તપાસમાં જોડાઇ ગઇ છે. તેમનું કહેવું છે કે હંગામો મચાવનારને છોડવામાં નહી આવે.

બીજી તરફ નાગપુરમાં પણ તોડફોડનો પ્રયત્ન થયો છે. જેને નિષ્ફળ કરી દેવામાં આવ્યો હતો. નવી મુંબઇમાં એક કાર્યક્રમ દરમિયાન રાજ ઠાકરેએ કહ્યું હતું કે કોઇપણ ટોલ ના ભરે અને વચ્ચે જે પણ આવે તેને મારો. રાજ ઠાકરેએ કહ્યું હતું કે 'મહારાષ્ટ્રમાં એક પણ ટોલનાકા પર ટોલ ના ભરો. વચ્ચે કોઇપણ આવે તો તેને તોડી દો. જ્યાં સુધી એ ન બતાવે કે ટોલ કઇ બાબતનો લે છે ત્યાં સુધી ટોલ ના ભરો. રસ્તામાં ગાડીઓ ઉભી કરી દો, ટ્રાફિક જામ થવા દો, જે થાવું હોય તે થવા દો.

raj-thackeray

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરે પોતાની પાર્ટીના એક ઓફિસના ઉદઘાટન કરવા પહોંચ્યા હતા. તેમને પોતાના કાર્યકર્તાઓને ટોલ ન આપવાનું આહવાન કરતાં ત્યારબાદ જ ટોલનાકા પર તોડફોડના સમાચાર આવવા લાગ્યા. ઠાણે અને નવી મુંબઇના ટોલનાકા પર હંમાગો કરવામાં આવ્યો છે. તોડફોડ કરનાર લોકો ફરાર થઇ ગયા છે. એવું કહેવામાં આવે છે કે ટોલ ચૂંટણીલક્ષી મુદ્દો બની ગયો છે રાજકીય પક્ષો આ પ્રકારની વાતો કરી રહ્યાં છે.

રાજ ઠાકરેના એલાન બાદ મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળો પર ટોલનાકાઓ પર તોડફોડના બનાવો શરૂ થઇ ગયા હતા. આ બનાવોમાં નવી મુંબઇ, ઠાણે, કલ્યાણ અને નાગપુર સહિત કેટલાક સ્થળોએ અજ્ઞાત લોકોએ ટોલનાકાના કાચ તોડી નાખ્યા હતા. જો કે તેની ટોલ વસૂલી પર અસર વર્તાઇ નથી. દરેક જગ્યાએ ટોલ વસૂલવામાં આવે છે.

મામલાને ગંભીર જોતાં આખી રાત ટોલનાકા પર પોલીસે સુરક્ષા વધારી દિધી છે. તેમછતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓ રાતે ટોલનાકા વિરૂદ્ધ તોડફોડની મુહિમને અંજામ આપી રહ્યાં છે.

રાતના સમયે મુલુંડ ટોલનાકા, એરૌલી ટોલનાકા અને મુંબઇના દહિસર ટોલનાકાની કુંટેર કેબિનો પર એમએનએસ કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો. ટોલનાકાના કર્મચારીઓના અનુસાર કાર્યકર્તાઓના હાથમાં ડંડા અને સળિયા હતા.

પાર્ટીના લોકોનું કહેવું છે કે સોમવારથી પોતાનું આંદોલન તેજ કરશે. ટોલબૂથ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. એમએનએસ કાર્યકર્તાઓએ થોડા દિવસો પહેલાં ડોંબીવલીમાં એક જકાત નાકા પર તોડફોડ કરી હતી. આ કાર્યવાહી વસૂલવામાં આવતાં જકાત વિરૂદ્ધ કરવામાં આવી હતી. પોલીસે તેમના વિરૂદ્ધ કેસ પણ દાખલ કર્યો હતો તથા 20 લોકોની ધરપકડ કરી હતી.

English summary
In yet another incident of vandalism at Maharashtra's toll booths, activists of the Maharashtra Navnirman Sena went on a rampage, vandaling toll plaza offices in Thane, Airoli and Nagpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X