For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં 24 જાન્યુઆરીથી ખુલશે 1થી 12 ધોરણની સ્કૂલ, સરકારે આદેશમાં શું કહ્યુ? જાણો

મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં 24 જાન્યુઆરી, 2022થી સ્કૂલો ખુલી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં 24 જાન્યુઆરી, 2022થી સ્કૂલો ખુલી રહી છે. મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે ગુરુવારે(20 જાન્યુઆરી)એ કહ્યુ કે આવતા સપ્તાહથી મહારાષ્ટ્રમાં બધા ધોરણો માટે સ્કૂલો ફરીથી ખુલશે. મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યુ કે બધી સ્કૂલોએ સુનિશ્ચિત કરવુ પડશે કે કોવિડ પ્રોટોકૉલ લાગુ થાય. વર્ષા ગાયકવાડે કહ્યુ, 24 જાન્યુઆરીથી અમે કોરોના વાયરસ પ્રોટોકૉલ સાથે ધોરણ 1થી 12 માટે સ્કૂલોને ફરીથી ખોલીશુ. સીએમે અમારા પ્રસ્તાવ પર સંમતિ વ્યક્ત કરી છે.

school

આ મહિનાની શરુઆતમાં મહારાષ્ટ્ર સરકારે 15 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં સ્કૂલોને બંધ કરવાની ઘોષણા કરી હતી કારણકે નવા ઓમિક્રૉન વેરિઅંટના ઉભરવા દરમિયાન ડિસેમ્બર, 2021થી કોરોના વાયરસના કેસોની સંખ્યામાં તેજી આવવા લાગી હતી.

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યુ, કોરોના વાયરસના કેસો વધ્યા બાદ સરકારે સ્કૂલ (ઑફલાઈન) સત્ર ચાલુ નહિ રાખવાનો નિર્ણય કર્યો હતો પરંતુ વિશેષજ્ઞો સાથે ચર્ચા બાદ ત્યાં ફરીથી સત્ર શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યાં સ્થાનિક કોરોના વાયરસની સ્થિતિના આધારે કેસોની સંખ્યા ઓછી છે.

શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યુ, 'મુખ્યમંત્રીને એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. આમાં કહેવામાં આવ્યુ છે કે સોમવારથી સ્કૂલોને ફરીથી ખોલવા પર વિચાર કરવો જોઈએ અને આમ કરવાની બધી શક્તિ સ્થાનિક અધિકારીઓ(નગર નિગમ કમિશ્નરો, જિલ્લા કલેક્ટરો,, મુખ્ય કાર્યકારી અધિકારીઓ, શિક્ષણ અધિકારીઓ)ને આપવી જોઈએ.'

English summary
Maharashtra Mumbai Schools to Reopen 24 January 2022 amid Coronavirus all you need to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X