મહારાષ્ટ્ર પોલિસની નક્સલીઓ સાથે મોટી અથડામણ, 13 નક્સલી ઠાર, ગઢચિરૌલી જંગલમાં તપાસ અભિયાન ચાલુ
મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં નક્સલીઓનો પોલિસની સી-60 યુનિટ સાથે સામનો થયો જેમાં ઘણા નક્સલી માર્યા ગયા છે.
મુંબઈઃ મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં નક્સલીઓનો પોલિસની સી-60 યુનિટ સાથે સામનો થયો જેમાં ઘણા નક્સલી માર્યા ગયા છે. ગઢચિરૌલીના એટાપલ્લીમાં જંગલી વિસ્તારમાં અત્યાર સુધી નક્સલીઓની 13 લાશો મળી ચૂકી છે અને ઘણાના માર્યા ગયાના સમાચાર છે. ગઢચિરૌલીના પોલિસ ઉપ મહાનિરીક્ષક(ડીઆઈજી) સંદીપ પાટિલનુ કહેવુ છે કે એનકાઉન્ટરમાં કમસે કમ 13 નક્સલી ઠાર મરાયા છે. ડીઆઈજી સંદીપ પાટિલે જણાવ્યુ કે આ અથડામણ પૂર્વ વિદર્ભના ગઢચિરૌલીમાં પોટેગાંવ અને રાજોલી વચ્ચે જંગમાં થઈ. મહારાષ્ટ્ર પોલિસના સી-60 યુનિટના કમાંડોઝે એક કેમ્પમાં નક્સલીઓને ઘેર્યા. ગઢચિરૌલીના ડીઆઈજીના જણાવ્યા મુજબ સ્થળ પર જ 13 નક્સલીઓ માર્યા ગયા. લાશો કબ્જામાં લઈ લેવામાં આવી છે. સાથે જ ત્યાંથી અમુક હથિયારો, અમુક નોવેલ અને દૈનિક જરૂરિયાતની અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યુ કે તપાસ અભિયાન હજુ પણ ચાલુ છે.

તપાસ અભિયાન હજુ પણ ચાલુ
સંદીપ પાટિલના જણાવ્યા મુજબ આ ઑપરેશન મહારાષ્ટ્ર પોલિસ માટે આ એક મોટી સફળતા છે. તેમણે કહ્યુ કે સંભાવના છે કે અથડામણમાં વધુ નક્સલીઓનો સફાયો થયો હોય. તેમણે કહ્યુ, 'જંગલમાં નક્સલીઓની હાજરી વિશે ખબર પડ્યા બાદ અમે એક દિવસ પહેલા જ અભિયાન શરૂ કરી દીધુ હતુ. અત્યાર સુધીમાં અમને 13 શબ મળ્યાની માહિતી મળી છે. તપાસ અભિયાન હજુ પણ ચાલુ છે.'

નક્સલીઓ સામે મોટી સફળતા
મહારાષ્ટ્ર પોલિસે આના થોડા દિવસ પહેલા જ નક્સલીઓ સામે મોટી સફળતા મળી હતી. પોલિસ અધિકારીના જણાવ્યા મુજબ 13 મેના રોજ નક્સલ વિરોધી અભિયાનમાં 2 નક્સલી માર્યા ગયા હતા. ત્યારે અથડામણમાં ધનોરા તાલુકાના મોર્ચુલ ગામ પાસે જંગલી વિસ્તારમાં થઈ હતી. પોલિસને જોતા જ નક્સલીઓએ ગોળીઓ ચલાવવાની શરૂ કરી દીધી હતી. ત્યારબાદ વળતી કાર્યવાહીમાં બે નક્સલીઓ માર્યા ગયા અને બાકીના ભાગી ગયા.

મહારાષ્ટ્ર પોલિસ અને નક્સલીઓ વચ્ચે ફરીથી અથડામણ
પોલિસ દ્વારા ભાગેલા નક્સલીઓની શોધમાં અભિયાન ચાલતુ રહ્યુ. એક પોલિસ અધિકારીએ જણાવ્યુ કે ગયા સપ્તાહે પોલિસને સૂચના મળી હતી કે મોર્ચુલના જંગલોમાં 25 નક્સલી જમા છે. ત્યારબાદ પોલિસે મોરચો સંભાળ્યો. ત્યાં બે નક્સલી માર્યા ગયા જેમાં એક મહિલા નક્સલીનુ શબ પણ મળી આવ્યુ. આજે એટલે કે શુક્રવારે સવારે એટાપલ્લીના પાયડી-કોટમી જંગમાં મહારાષ્ટ્ર પોલિસ અને નક્સલીઓ વચ્ચે ફરીથી અથડામણ શરૂ થઈ ગઈ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
