For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનઃ મહારાષ્ટ્ર પોલિસને બે કન્ટેનર ટ્રકોમાં મળ્યા 300 રાજસ્થાની મજૂર

મહારાષ્ટ્ર પોલિસે ગુરુવારે બે કન્ટેનર ટ્રકોમાં છૂપાઈને રાજસ્થાન જઈ રહેલા 300 મજૂરોને બહાર કાઢ્યા છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર પોલિસે ગુરુવારે બે કન્ટેનર ટ્રકોમાં છૂપાઈને રાજસ્થાન જઈ રહેલા 300 મજૂરોને બહાર કાઢ્યા છે. આ મજૂરોને તેલંગાનાથી રાજસ્થાન જઈ રહેલા બે કન્ટેનર ટ્રકોમાં ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હતા. જો કે આ કન્ટેનરના ડ્રાઈવરોએ જણાવ્યુ કે તે તેલંગાનાથી જરૂરી વસ્તુઓ લઈને રાજસ્થાન જઈ રહ્યા છે. પરંતુ જ્યારે કન્ટેનરના દરવાજા ખોલવામાં આવ્યા તો પોલિસના હોશ ઉડી ગયા. વાસ્તવમાં જ્યારથી લૉકડાઉન થયુ છે, આવા સમાચાર આવી ચૂક્યા છે કે જ્યારે મજૂર વર્ગના લોકો આ રીતે પોતાના ઘરો તરફ પલાયન કરી રહ્યા છે. આના કારણે જે સોશિયલ ડિસ્ટંસિંગના કારણે લૉકડાઉન કરવામાં આવ્યુ છે તેનો હેતુ જ બેકાર થઈ રહ્યો છે.

labour

મહારાષ્ટ્ર પોલિસના અધિકારીઓએ બે કન્ટેનરોમાં સેંકડો મજૂરોને ઠાંસી ઠાંસીને ભરેલા જોયા તો તેમના હોશ ઉડી ગયા. આ બધા મજૂરો રાજસ્થાનના છે જે લૉકડાઉનના કારણે આ રીતે જીવ જોખમમાં મૂકીને તેલંગાનાથી પોતાના ઘરે પાછા આવવાની કોશિશ કરી રહ્યા હતા. આ ઘટના મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાની છે જ્યાં તેલંગાના સીમા પર રાજસ્વ વિભાગના અધિકારીઓના ચેકિંગ માટે કન્ટેનરનો દરવાજો ખોલાવ્યો હતો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, 'પંધરકવાડા ટૉલ બૂથ પર અધિકારીઓને થોડી શંકા ગઈ કારણકે ડ્રાઈવર બરાબર જવાબ નહોતો આપી શકતો કે ટ્રકમાં લાદવામાં આવ્યુ છે અને તેને ક્યાંથી લાવવામાં આવી રહ્યુ છે.'

તેમણે જણાવ્યુ કે 'તેમણે બે કન્ટેનરોની અંદર 300 મજૂરોને જોયા. તેમાંથી અમુકે કહ્યુ કે તે પોતાના ઘરે રાજસ્થાન જવા ઈચ્છતા હતા અને તેમને જવા માટે કોઈ સાધન ન મળ્યુ.' અધિકારીઓએ તો કહ્યુ છે કે ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ તેમને એ સમજમાં નથી આવી રહ્યુ કે એ આ મજૂરોનુ શું કરે. અધિકારીએ કહ્યુ કે, 'અમને નથી ખબર કે તેમની સાથે શું કરવાનુ છે. તે જિંદગી બચાવવા માટે પોતાના ઘરે જવા ઈચ્છે છે. અમે જલ્દી કોઈ નિર્ણય લઈશુ.'

આ પણ વાંચોઃ સંકટની ઘડીમાં શિરડી સાંઈ ટ્રસ્ટે સીએમ રિલીફમાં ફંડમાં આપ્યા 51 કરોડ રૂપિયાઆ પણ વાંચોઃ સંકટની ઘડીમાં શિરડી સાંઈ ટ્રસ્ટે સીએમ રિલીફમાં ફંડમાં આપ્યા 51 કરોડ રૂપિયા

English summary
Maharashtra police found 300 workers hiding in two container trucks from Rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X