For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા જ એક્શનમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, ઉદ્ધવ સરકાર પાસે 3 દિવસનો માંગ્યો હિસાબ

મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે હવે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પણ એક્શનમાં આવી ગયા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે હવે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પણ એક્શનમાં આવી ગયા છે. વાસ્તવમાં, ભગસિંહ કોશ્યારી કોરોના સંક્રમિત થવાના કારણે હૉસ્પિટલમાં ભરતી હતા પરંતુ હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ કોશ્યારીએ મહારાષ્ટ્ર સરકાર પાસેથી ત્રણ દિવસની ફાઈલોનો હિસાબ માંગ્યો છે. મહારાષ્ટ્રમાં જે રીતે રાજકીય સંકટ ચાલી રહ્યુ છે તેમાં રાજ્યપાલની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના કારણે પાર્ટીમાં ભાગલા પડી ગયા છે. જેના કારણે મહાવિકાસ અઘાડીની સરકાર મુશ્કેલીમાં છે.

maharashtra government

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યના મુખ્ય સચિવ સંતોષ કુમારને 22 અને 24 જૂન વચ્ચે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને દરખાસ્તો વિશે માહિતગાર કર્યા હતા. નોંધનીય છે કે ત્રણ દિવસમાં 160 સરકારી પ્રસ્તાવ જાહેર કરવામાં આવ્યા છે. આ દરખાસ્તો કરોડો રૂપિયાની છે. આ અંગે રાજ્યપાલે મહાવિકાસ આઘાડીની સરકાર પાસે જવાબ માંગ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્ર સરકાર જે રીતે ઉતાવળા નિર્ણયો લઈ રહી છે તેની સામે પ્રવીણ દરેકરે રાજ્યપાલને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. તેમણે વિનંતી કરી હતી કે તેઓ આ નિર્ણયોમાં દરમિયાનગીરી કરે.

જો શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી સાથે મળીને સરકાર બનાવવાનો પ્રયાસ કરે તો રાજ્યપાલની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. સરકાર બનાવવાનો કે વિસર્જન કરવાનો દાવો રાજ્યપાલને આપવાનો છે. તેથી હવે સહુની નજર રાજભવન પર પણ રહેશે. નોંધનીય છે કે એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવાખોર શિવસેના ધારાસભ્ય આસામના ગુવાહાટીમાં રેડિસન બ્લુ હોટલમાં રોકાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી શિવસેનાના આ બળવાખોર ધારાસભ્યો અહીંથી પોતાની રણનીતિ બનાવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ડેપ્યુટી સ્પીકરે શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે નોટિસ જાહેર કરી હતી. આ ધારાસભ્યોને 27 જૂન સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. જેની સામે આ બળવાખોર ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને કહ્યુ હતુ કે ડેપ્યુટી સ્પીકરને આ નોટિસ આપવાનો અધિકાર નથી. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ બળવાખોર ધારાસભ્યોને 12 જુલાઈ સુધી જવાબ આપવા માટે સમય આપ્યો છે. વળી, કોર્ટે ફ્લોર ટેસ્ટ કરવા સામે અગાઉથી ચુકાદો આપવાનો ઇનકાર કર્યો છે.

English summary
Maharashtra political crisis governor Bhagat Singh Koshiyari back in action seeks reply from MVA gov.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X