શિવસેનાઃ ‘સત્તાનુ રિમોટ કંટ્રોલ અમારા હાથમાં', 30 ઓક્ટોબરે થઈ શકે છે ઉદ્ધવ-શાહની મુલાકાત
શિવસેનાએ સ્પષ્ટ કહ્યુ છે કે ગઠબંધનમાં સરકાર ચલાવવી હોય તો અઢી વર્ષ માટે સીએમ પદ ભાજપ અને અઢી વર્ષ માટે તેમની પાસે રહેશે.
મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદ માટે ખેંચતાણ ચાલુ છે. ભાજપ જ્યાં સીએમ પદ માટે કોઈ સમજૂતીના મૂડમાં નથી દેખાઈ રહી ત્યાં શિવસેનાએ સ્પષ્ટ કહ્યુ છે કે ગઠબંધનમાં સરકાર ચલાવવી હોય તો અઢી વર્ષ માટે સીએમ પદ ભાજપ અને અઢી વર્ષ માટે તેમની પાસે રહેશે. રવિવારે શિવસેના તરફથી કહેવામાં આવ્યુ છે કે આ વખતે સત્તાનુ રિમોટ કંટ્રોલ તેમના હાથમાં છે. એવી પણ માહિતી સામે આવી છે કે 30 ઓક્ટોબરના રોજ ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુલાકાત થઈ શકે છે જેથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે રસ્તો કાઢી શકાય.

શિવસેનના મુખપત્ર સામનામાં સંજય રાઉતે પોતાના લેખમાં લખ્યુ છે કે શિવસેનાએ આ વખતે ઓછી સીટો જીતો છે. 2014ની 63ના મુકાબલે 56 સીટો જીતી છે પરંતુતેમની પાસે સત્તાની ચાવી છે. સત્તાનુ રિમોટ કંટ્રોલ હવે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના હાથમાં છે. એમાં કહેવામાં આવ્યુ છે કે ભાજપ નેતાઓ અને અન્ય નેતાઓએ કહ્યુ હતુ કે મહારાષ્ટ્રમા વિપક્ષી દળ નહિ બચે અને ચૂંટણી બાદ 'પવાર પેટર્ન' સ્થાયી રીતે સમાપ્ત થઈ જશે. ગ્રામીણ મહારાષ્ટ્રના લોકોને આ ભાષા ગમી નહિ અને તેમણે મહારાષ્ટ્રમાં એક મજબૂત વિપક્ષ ઉભો કર્યો. આનો શ્રેય રાજ્યના લોકોને આપવો જોઈએ.
શિવસેનાએ કહ્યુ છે કે ગઠબંધનમાં સરકાર ચલાવવી હોય તો અઢી વર્ષ માટે સીએમ પદ ભાજપ અને અઢી વર્ષ માટે તેમની પાસે રહેશે. આના માટે તેમણે ભાજપ પાસે લેખિતમાં આશ્વાસન માંગ્યુ છે. આના પર કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યુ છે કે શિવસેના જો કોઈ ઑફર લઈને આવે તો તેના પર વિચાર કરશે. શિવસેના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે શનિવારે કહ્યુ કે ભાજપ જ્યાં સુધી લેખિતમાં નહિ આપે ત્યાં સુધી શિવસેના સરકારમાં શામેલ નહિ થાય. 50-50ની ફોર્મ્યુલા હેઠળ અઢી-અઢી વર્ષ બંને પાર્ટીઓના મુખ્યમંત્રી હોવા જોઈએ. શિવસેનાના ધારાસભ્ય આ વખતે આદિત્ય ઠાકરેને સીએમ જોવા ઈચ્છે છે.
આદિત્ય વર્લી સીટથી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે. મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટમાંથી ભારતીય જનતા પાર્ટીને 105 શિવસેનાને 56 અને કોંગ્રેસને 44 તેમજ એનસીપીને 54 સીટો પર જીત મળી છે. બહુમત માટે અહીં 145 સીટોની જરૂર છે. એવામાં સ્પષ્ટ છે કે કોઈ એક પાર્ટી પોતાના દમ પર સરકાર નહિ બનાવી શકે.












Click it and Unblock the Notifications
