Maharashtra Election 2024 : શું છે Laapataa Ladies અભિયાન? કેમ શિંદે સરકાર માટે માથાનો દુખાવો બની રહ્યું છે?
Laapataa Ladies : હાલમાં જ બોલિવૂડ ફિલ્મ લાપત્તા લેડીઝ ઓસ્કાર માટે નોમિનેટ થઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મ હવે મહારાષ્ટ્રની શિંદે સરકાર માટે મોટુ ટેન્શન બની છેે.
હાલમાં જ કોંગ્રેસે મહારાષ્ટ્રમાં મહિલાઓની સુરક્ષા માટે લાપત્તા લેડીઝ અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાને એકનાથ શિંદે અને બીજેપી ગઠબંધનની સરકાર માટે મુશ્કેલી વધારી દીધી છે.

હાલમાં રાજ્યમાં વિવિધ સ્થળોએ લાપત્તા લેડીઝના પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટર લોકોનું ધ્યાન ખેંચી રહ્યાં છે. પોસ્ટરમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસનો ફોટો પણ છે.
મરાઠીમાં લખાયેલા આ પોસ્ટરોમાં ઉપર લખેલુ છે લાપત્તા લેડિઝ અને તેની નીચે એક વર્ષમાં ગુમ થયેલ 64,000 મહિલાઓ લખ્યુ છે. કોંગ્રેસે આ દાવો ઓગસ્ટમાં વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે આપેલા નિવેદનના આધારે કર્યો છે.
દેશભરમાં મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા દેવેન્દ્ર ફડણવીસે ખુલાસો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં દર વર્ષે 64 હજાર છોકરીઓ અને મહિલાઓ ગુમ થઈ જાય છે અને કોવિડ રોગચાળા વચ્ચે 2019 અને 2020 વચ્ચે આ સંખ્યા એટલી જ રહી હતી.
આ મુદ્દે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે 2021માં આવા 61 હજાર કેસ નોંધાયા હતા, જેમાંથી 87 ટકા કેસમાં ગુમ થયેલી છોકરીઓ અને મહિલાઓ તેમના ઘરે પરત ફરી હતી. 2022માં 86 ટકા ગુમ થયેલી છોકરીઓ પરત આવી હતી. તેમણે કહ્યું હતું કે અમે આ ટકાવારી ઘટાડવા માટે સતત પગલાં લઈ રહ્યા છીએ.
મહાયુતિ સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા ફડણવીસે આપેલુ આ નિવેદન હવે તેમના માટે જ માથાનો દુખાવો બન્યુ છે. મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા કોંગ્રેસે મહારાષ્ટ્રમાંથી 64 હજાર મહિલાઓ ગુમ થવાની હકીકતને ઉજાગર કરીને શિંદે સરકાર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન લડકી બહિન યોજનાના વિરોધમાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
