કુપોષણના નામે 14 કરોડના બિસ્કિટ ખાઇ ગઇ મહારાષ્ટ્ર સરકાર

જ્યારે વિપક્ષે પ્રશ્ન ઉપર પ્રશ્ન કર્યા તો ગોટાળાની આશંકા વ્યક્ત કરી તો સરકાર તાત્કાલિક બચાવમાં આવી ગઇ. સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રી પ્રોફેસર વર્ષા ગાયકવાડે તાત્કાલિક લેખિત જવાબ આપીને વિપક્ષનું મોઢું બંધ કરી દિધું. પોતાના લેખિત જવાબમાં મંત્રી સાહિબાએ સરકારનો બચાવ કર્યો. મંત્રીએ સ્પષ્ટ લખ્યું છે કે આયુર્વેદિક બિસ્કિટોની ખરીદી ઇ-ટેન્ડરિંગના માધ્યમથી કરી હતી. જેમાં સામાનની સાથે-સાથે તેની દલાલી પણ સામેલ છે.
આ બિસ્કિટ આદિવાસી વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી 6 મહિનાથી માંડીને 3 વર્ષના બાળકો ઉપરાંત તેમની માતા અને ગર્ભવતી સ્ત્રીઓને વહેંચાવામાં આવશે. ત્યારે ગોટાળાની વાતને નકારી કાઢતાં મંત્રી સાહિબાએ લખ્યું કે બિસ્કિટોની ખરીદી સામાન્ય કિંમત પર કરવામાં આવી છે કોઇ ગોટાળો થયો નથી. જ્યારે મહારાષ્ટ્ર સરકારે તેને હિતકારી યોજના દર્શાવી રહી છે ત્યારે શિવસેનાનું કહેવું છે કે સરકારે જાણી જોઇને આ રમત રમી છે.












Click it and Unblock the Notifications
