For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આજે ગાંધીજીના લોહીના નમૂનાની થશે હરાજી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mahatma-gandhi
નવી દિલ્હી, 21 મે: દેશની આઝાદીના મહાનાયક, અહિંસાના પુજારી અને દેશના બાપૂ મહાત્મા ગાંધી સાથે જોડાયેલી એક-એક વસ્તુ તેમની અનુયાયીઓ માટે એકદમ કિંમતી હશે પરંતુ હરાજી બજારમાં હવે કોઇપણ તેની કિંમત નક્કી કરી દિધી છે. આ વખતે મહાત્મા ગાંધીના લોહીના નમૂનાની હરાજી થવા જઇ રહી છે જેના માટે આજે બોલી લગાવવામાં આવશે.

મળતી માહિતી મુજબ બ્રિટેનના શ્રોફશાયરમાં થનારી આ હરાજીમાં બાપૂના લોહીના નમૂનાની ઓછામાં ઓછી કિંમત 8 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. લોહીના જે નમૂનાની હરાજી થવાની છે તે 1924માં મહાત્મા ગાંધીના શરીરમાંથી લેવામાં આવ્યાં હતા. તે સમયે મહાત્મા ગાંધી મુંબઇની હોસ્પિટલમાં અપેંડિક્સની સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યાં હતા અને તેમનું ઓપરેશન થયું હતું. ઓપરેશન પહેલાં તેમના શરીરની તપાસ માટે લોહી નિકાળવવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ હરાજીનું આયોજન યૂરોપની જાણીતી હરાજી કરનાર સંસ્થા મુલોક્સ કરી રહી છે. આ હરાજીમાં મુકવામાં આવેલી વસ્તુઓ 1920ની આસપાસની છે જેનો મહાત્મા ગાંધી સંબંધ રહ્યો છે. તે દરમિયાન ગાંધીજી મુંબઇના જૂહૂમાં રહેતાં હતા. મોહંમદ અલી જિન્નાએ પણ અહીંયા ગાંધીજી સાથે મુલાકાત કરી હતી.

English summary
Two microscope slides bearing the blood of Mahatma Gandhi are to go on sale in London on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X