ખાલિસ્તાની આતંકવાદી પન્નુ પર મોટી એક્શન, NIAએ અમૃતસર અને ચંદીગઢમાં સંપત્તી કરી જપ્ત
હવે વિદેશમાં બેસીને પંજાબ અને દેશની હવા બગાડનારા ખાલિસ્તાન સમર્થકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ શ્રેણીમાં NIAએ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
NIAએ પન્નુની અમૃતસર અને ચંદીગઢમાં મિલકતો જપ્ત કરી છે. હાલમાં પન્નુ કેનેડામાં રહે છે અને વીડિયો જાહેર કરીને ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું કામ કરે છે.

ખાલિસ્તાની આતંકવાદી અને પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુ વિરુદ્ધ કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ શનિવારે પંજાબમાં બે સ્થળોએ તેની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી.
જાણકારી અનુસાર, NIA કોર્ટના આદેશ પર ચંદીગઢમાં ખાલિસ્તાની આતંકવાદીનું ઘર જપ્ત કરવામાં આવ્યું હતું અને અમૃતસરમાં તેની માલિકીની જમીન જપ્ત કરવામાં આવી હતી.
On the orders of the NIA court, a property confiscation notice has been pasted outside a house owned by banned Sikhs for Justice (SFJ) founder and designated terrorist Gurpatwant Singh Pannu, in Chandigarh. pic.twitter.com/X5ghFCVRFS
— ANI (@ANI) September 23, 2023












Click it and Unblock the Notifications
