For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તબરેજની હત્યાના વિરોધમાં માલેગાંવમાં ભેગા થયા એક લાખ મુસ્લિમ, એન્ટી મોબ લિંચિંગ કાયદાની માંગ

મહારાષ્ટ્રના માલેગાંવમાં પણ મોબ લિંચિંગની આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા.

|
Google Oneindia Gujarati News

ઝારખંડમાં એક મુસ્લિમ યુવક તબરેજ અનસારીને ચોરીની શંકામાં ભીડે વિજળીના પોલ સાથે બાંધીને એ રીતે પીટવામાં આવ્યો હતો કે તેનું હોસ્પિટલમાં જ ઈલાજ દરમિયાન મોત થઈ ગયુ હતુ. આ ઘટના બાદ દેશભરમાં ફરીથી એક વાર મોબ લિંચિંગ સામે અવાજો ઉઠવા લાગ્યા છે. મહારાષ્ટ્રના માલેગાંવમાં પણ મોબ લિંચિંગની આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા. સોમવારે 'શહીદોની યાદગાર' (શહીદ સ્મારક) પર એક લાખથી વધુ મુસ્લિમો મોબ લિંચિંગની આ ઘટનાના વિરોધમાં જમા થયા.

આ પણ વાંચોઃ પેરિસ ફેશન વીકમાં નિક જોનસ સાથે પહોંચી પ્રિયંકા ચોપડા, લોકો જોઈને દંગ રહી ગયાઆ પણ વાંચોઃ પેરિસ ફેશન વીકમાં નિક જોનસ સાથે પહોંચી પ્રિયંકા ચોપડા, લોકો જોઈને દંગ રહી ગયા

તબરેજની હત્યાના વિરોધમાં એક લાખ મુસ્લિમોએ કર્યુ પ્રદર્શન

તબરેજની હત્યાના વિરોધમાં એક લાખ મુસ્લિમોએ કર્યુ પ્રદર્શન

આ એ જ જગ્યા છે જ્યાં અંગ્રેજોએ 97 વર્ષ પહેલા 7 સ્વતંત્રતા સેનાનિઓને ફાંસી પર લટકાવી દીધા હતા. આ જગ્યાએ લગભગ એક લાખથી વધુ મુસ્લિમ જમા થયા હતા. લિંચિંગના વિરોધમાં થયેલી આ રેલીને મુસ્લિમ સમાજે પહેલી રેલી ગણાવી. આ રેલીના આયોજકોનું કહેવુ છે કે ઝારખંડમાં થયેલી તબરેજ અંસારીની હત્યા ઘણી ભયાનક છે.

એંટી મોબ લિંચિંગ કાયદો લાવવાની માંગ

એંટી મોબ લિંચિંગ કાયદો લાવવાની માંગ

આ રેલીમાં આવેલા લોકોએ કહ્યુ કે તે બદલો નથી ઈચ્છતા અને ના કોઈ પ્રકારની હિંસામાં વિશ્વાસ કરે છે. લોકોએ કહ્યુ કે તે કાયદામાં વિશ્વાસ રાખે છે. તેમણે મોબ લિંચિંગ સામે કડક કાયદો લાવવાની માંગ કરી. તમને જણાવી દઈએ કે તબરેજને ભીડે ત્યારે નિશાન બનાવી હતી જ્યારે તે જમશેદપુરથી પોતાના ગામ પાછો આવી રહ્યો હતો.

ભીડે ચોરીની શંકામાં તબરેજની કરી હતી પિટાઈ

ભીડે ચોરીની શંકામાં તબરેજની કરી હતી પિટાઈ

તે વખતે તબરેજને ઘાતકીડીહ ગામ પાસે ભીડે ચોરીની શંકામાં પકડી લીધો. ચોરીનો આરોપ લગાવીને ભીડે તબરેજ અંસારીને થાંભલા સાથે બાંધી દીધો અને ખરાબ રીતે પીટવાનો શરૂ કરી દીધો. પોલિસને સોંપતા પહેલા તેને લગભગ 18 કલાક સુધી લાઠી-ડંડાથી પીટવામાં આવ્યો. આરોપ છે કે આ દરમિયાન તબરેજને ભીડે જય શ્રીરામ અને જય હનુમાનના નારા લગાવવા માટે કહ્યુ અને આમ ન કરવા પર તેની જોરદાર પિટાઈ કરી. બાદમાં અંસારીની ચોરીના આરોપમાં પોલિસે ધરપકડ કરી લીધી હતી. વળી, ઘટનાના ચાર દિવસ બાદ પરવેઝ અંસારીની હોસ્પિટલમાં મોત થઈ ગયુ હતુ. આ કેસમાં બે પોલિસવાળાને સસ્પેન્ડ કરી દીધા હતા.

English summary
malegaon: over one lakh muslims protest and demand anti lynching law
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X