મલ્લિકાર્જુન ખડકેએ પીએમ મોદીને ઝેરીલો સાપ કહેતા બીજેપી ભડકી, જાણો શું કહ્યું મોટા નેતાઓએ?
કર્ણાટકમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓની જીભ લપસતી જાય છે. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને ઝેરીલો સાપ દેતા હવે માહોલ ગરમાયો છે. આ નિવેદનને લઈને બીજેપી હમલાવર જોવા મળી રહી છે.
ચૂંટણી પહેલા કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આપેલું નિવેદન કોંગ્રેસ માટે મુશ્કેલી બન્યુ છે. કલબુગીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જનસભાને સંબોધતા ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે પીએમ મોદીને ઝેરી સાપ કહ્યા બાદ હવે બીજેપીના નેતા તેમના પર આકરા પ્રહાસ કરી રહ્યા છે.

મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે પીએમ મોદી ઝેરીલા સાપ જેવા છે અને જે તેમનેાઝેરનું પરીક્ષણ કરવા ચાટે છે તે મરી શકે છે.
મતદાન થાય તે પહેલા ખડગેની ટિપ્પણીએ હવે મોટો વિવાદ ઉભો કર્યો છે. ખડગેના વિવાદાસ્પદ નિવેદન પર બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, પાર્ટી રોજ નવા નીચા સ્તરે જઈ રહી છે.
તેમણે દાવો કર્યો કે, કર્ણાટકમાં સૌથી જુની પાર્ટી જમીન ગુમાવી રહી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વડાપ્રધાન મોદીને ઝેરી સાપ કહે છે. સોનિયા ગાંધીના મર્ચન્ટ ઑફ ડેથથી શું શરૂ થયું અને તે કેવી રીતે સમાપ્ત થયું આપણે જાણીએ છીએ. નિરાશા દર્શાવે છે કે કોંગ્રેસ કર્ણાટકમાં જમીન ગુમાવી રહી છે અને તે જાણે છે.
કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ આ મુદ્દે કહ્યું કે, ખડગેના મનમાં ઝેર છે. આ પીએમ મોદી અને બીજેપી પ્રત્યે પૂર્વગ્રહયુક્ત મન છે. આ પ્રકારની વિચારસરણી નિરાશામાંથી બહાર આવે છે. તે તેમની સાથે રાજકીય રીતે લડવામાં અસમર્થ છે અને તેમના વહાણને ડૂબતું જોઈ રહ્યા છે. કર્ણાટકની જનતા તેમને પાઠ ભણાવશે.












Click it and Unblock the Notifications
