Patna Opposition Meet : વિપક્ષી દળોની બેઠક પહેલા AAP - કોંગ્રેસ આમનેસામને, કેજરીવાલ અંગે ખરગેએ કહી આ વાત
Patna Opposition Meet : બિહારના પાટનગર પટનામાં આજે વિપક્ષી એકતાની મહાબેઠક યોજાવા જઇ રહી છે. આ બેઠકમાં જેડીયુ, રાજદ, કોંગ્રેસ, ટીએમસી, એનસીપી અને આમ આદમી પાર્ટી ઉપરાંત ઘણા પક્ષોના નેતા ભાગ લેશે. જોકે, આ બેઠક પહેલા કોંગ્રેસ અને આપ આમનેસામને આવી ગયા છે.

વટહુકમ પર કોંગ્રેસ અને AAP આમનેસામને ! - કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જડબાતોડ જવાબ આપ્યો છે. વાસ્તવમાં, કેજરીવાલે ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ રાજધાનીમાં વહીવટી સેવાઓના નિયંત્રણ પર કેન્દ્ર સરકારના વટહુકમ સામે AAPને સમર્થન આપવાનું વચન નહીં આપે, તો તેમની પાર્ટી પટનામાં એક બેઠકમાંથી બહાર નીકળી જશે.
મલ્લિકાર્જૂન ખરગેનો કેજરીવાલ પર કટાક્ષ - અરવિંદ કેજરીવાલની 'ધમકી' બાદ કોંગ્રેસે પણ કડક વલણ દાખવ્યું છે. ખરગેએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ જાણતા હશે કે, વટહુકમને સમર્થન કે વિરોધ સંસદમાં નથી પરંતુ બહાર છે. જ્યારે સંસદ શરૂ થશે, ત્યારે તમામ પક્ષો સાથે મળીને એજન્ડા નક્કી કરશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખરગેએ જણાવ્યું હતું કે, મને નથી ખબર કે, બહાર વટહુકમને લઈને આટલો બધો પ્રચાર કેમ થઈ રહ્યો છે. તમામ વિરોધ પક્ષો સાથે મળીને નક્કી કરશે કે, સંસદ ક્યારે ચાલશે. તેઓ પોતે પણ જાણે છે કે, વટહુકમ બહાર કશું થતું નથી. આ બધું સંસદમાં થાય છે.
આજે વિપક્ષી દળોની બેઠક - અત્રે નોંધનીય બાબત છે કે, આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના ઘરે વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાવાની છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન, તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી, CPI મહાસચિવ ડી રાજા બેઠકમાં ભાગ લેવા પટના પહોંચ્યા છે. આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે પણ હાજર રહેશે.












Click it and Unblock the Notifications
