For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં ભાજપને 60-70 થી વધુ સીટો નહિ મળે: ખડગે

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ માટે આજે મતદાન ચાલી રહ્યુ છે. એક તરફ ભાજપ 150 થી વધુ સીટો પર જીતનો ભરોસો આપી રહ્યુ છે તો બીજી તરફ કોંગ્રેસે ભાજપના દાવને ખોખલો બતાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ માટે આજે મતદાન ચાલી રહ્યુ છે. એક તરફ ભાજપ 150 થી વધુ સીટો પર જીતનો ભરોસો આપી રહ્યુ છે તો બીજી તરફ કોંગ્રેસે ભાજપના દાવને ખોખલો બતાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે અમે ચૂંટણી અંગે આશ્વસ્ત છીએ. ભાજપને 60-70 થી વધુ સીટો મળવાની નથી. 150 સીટો ભાજપ ભૂલી જ જાય. ખડગેએ કહ્યુ કે ભાજપના લોકો સપના જોઈ રહ્યા છે કે તે કર્ણાટકમાં સરકાર બનાવશે.

ભાજપની જીતનો ભરોસો

ભાજપની જીતનો ભરોસો

ઉલ્લેખનીય છે કે આ પહેલા યેદીપુરપ્પાએ કહ્યુ કે આજનો દિવસ પવિત્ર છે અને દરેકૈ મતદાન કરવા માટે બહાર નીકળવુ જોઈએ. તેમણે આ વાતનો ભરોસો આપ્યો કે તેમના પક્ષને 150 થી વધુ સીટો મળશે અને અમે પ્રદેશમાં 17 મે ના રોજ નવી સરકારનું ગઠન કરીશુ. વળી, કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ પણ ભાજપની જીતનો ભરોસો જતાવતા કહ્યુ કે મતદાનની ટકાવારી ચોક્કસ વધશે કારણકે લોકો સિદ્ધારમૈયા સરકારને કર્ણાટકમાંથી બહાર કાઢવા ઈચ્છે છે. મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે આવશે.

લોકોને મતદાનની અપીલ

લોકોને મતદાનની અપીલ

ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિપુરપ્પાએ લોકોને મોટી સંખ્યામાં ઘરોમાંથી બહાર નીકળીને મતદાન કરવાની અપીલ કરી છે. યેદિયુરપ્પાએ કહ્યુ કે કર્ણાટકમાં લોકો સિદ્ધારમૈયા સરકારથી પૂરેપૂરા ત્રસ્ત થઈ ચૂક્યા છે. હું લોકોને અપીલ કરુ છુ કે તેઓ મોટી સંખ્યામાં બહાર આવે અને ભાજપને મત આપે. હું કર્ણાટકમાં લોકોને આ વાતનો ભરોસો આપુ છુ કે હું વધુ સારુ પ્રશાસન આપીશ. મતદાન શરૂ થતા પહેલા યેદિયુરપ્પાએ પોતાના ઘરમાં પૂજાપાઠ કર્યા અને ત્યારબાદ મંદિરમાં પણ દર્શન કરવા માટે ગયા.

222 વિધાનસભા સીટો માટે મતદાન

222 વિધાનસભા સીટો માટે મતદાન

તમને જણાવી દઈએ કે આજે કર્ણાટકની 222 વિધાનસભા સીટો પર મતદાન થઈ રહ્યુ છે. ભાજપ અને કોંગ્રેસનું ભવિષ્ય આજે મતદાન પર નિર્ભર છે. ચૂંટણીના પરિણામો 15 મે ના રોજ જાહેર કરવામાં આવશે. એવામાં જોવાની વાત એ રહેશે કે શું કર્ણાટકની જનતા ફરીથી એક વાર સિદ્ધારમૈયા સરકાર પર પોતાનો ભરોસો બતાવે છે કે ભાજપને ફરીથી પીએમ મોદીનો જાદૂ જોવા મળશે.

English summary
mallikarjuna kharge says bjp will not get more than 70 seats they are dreaming to form gov
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X