Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મણિપુરની ઘટના મુદ્દે મમતા બેનર્જીના પીએમ મોદી પર આકરા પ્રહાર, કહ્યું-ક્યાં ગઈ એ બેટી બચાવોની વાત?

મણિપુરમાં મહિલાઓ સાથે અત્યાચારના સમાચાર વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યની બીજેપી સરકારના ભેદી મૌનને કારણે વિપક્ષી પાર્ટીઓનો ગુસ્સો ફુટ્યો છે. હવે મમતા બેનર્જીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, મણિપુર સળગી રહ્યું છે. કેન્દ્રના બેટી બચાવો બેટી પઢાવોનું શું થયું? મમતા બેનર્જીએ બિલ્કીસ બાનો કેસમાં દોષિતોની મુક્તિ પર પણ સવાલ ઉઠાવ્યા. અહીં મમતા બેનર્જીએ કેન્દ્ર પર રાજ્યને ફંડ ન આપવાનો આરોપ લગાવ્યો અને TMC કાર્યકર્તાઓ દ્વારા બીજેપી નેતાઓના ઘેરાવની જાહેરાત કરી.

mamata banerjee

મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, તમે બેટી બચાવોનું સૂત્ર આપ્યું હતું, હવે તમારું સૂત્ર ક્યાં છે. અમે મણિપુરના લોકો સાથે એકતા વ્યક્ત કરીએ છીએ. આજે મણિપુર સળગી રહ્યું છે, આખો દેશ સળગી રહ્યો છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, બિલકીસ બાનો કેસમાં આરોપીઓને જામીન પર છોડવામાં આવ્યા. રેસલરોના કેસમાં બ્રિઝ ભુષણ સિંહને પણ જામીન પર છોડવામાં આવ્યો. તમે આવનારી ચૂંટણીમાં દેશના રાજકારણમાંથી બહાર થઈ જશો.

મમતા બેનર્જીએ કહ્યું કે, તે પીએમ મોદીને પૂછવા માંગે છે કે શું મણિપુરની ઘટનાથી તમને થોડું પણ દુઃખ નથી થયું? તમે પશ્ચિમ બંગાળ તરફ આંગળી ચીંધો છો પણ શું તમને બહેનો અને માતાઓ પ્રત્યે પ્રેમ નથી? ક્યાં સુધી દીકરીઓને સળગાવવામાં આવશે?

મમતા બેનર્જીએ આકરા અંદાજમાં કહ્યું કે, દલિતો, લઘુમતીઓ અને અન્ય લોકોને ક્યાં સુધી મારવામાં આવશે? તમારો અહમ આ સ્થિતિમાં મણિપુરને છોડી શકે નહીં. નોર્થ ઈસ્ટમાં રહેનારી પણ અમારી બહેનો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X