મોદી પર મમતાનો પ્રહાર, કહ્યું- 'હમસે પંગા લોગે તો હમ હોંગે ચંગા'
મોદી પર મમતાનો પ્રહાર, કહ્યું- 'પંગા લોગે તો હમ હોંગે ચંગા'
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના જલપાઈગુડ્ડીમાં પીએમ મોદીના પ્રહાર બાદ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પલટવાર કર્યો છે. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં રેલીને સંબોધિત કરી રહેલ મોદી પર નિશાન સાધતા કહ્યું કે ચૂંટણી પહેલા તેઓ ચાવાળા થઈ જાય છે, અને ચૂંટણી બાદ રાફેલવાળા થઈ જાય છે. આ શખ્સ વિશે તો વાત કરવામાં પણ મને શરમ આવે છે. મમતા એટલેથી જ ન અટક્યાં અને કહ્યું કે, 'જો તમે અમારાથી પંગો લેશો તો અમે જ મજબૂત થશું.'

મમતાએ કહ્યું કે, આ વ્યક્તિ પર વાત કરતા પણ હું શર્મિંદગી મેહસૂસ કરી રહી છું. કોલકાતા હાઈકોર્ટનું ત્યાં કોઈ હાજર નહોતું. બધું જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમે ઉપલબ્ધ કરાવ્યું, જમીન અણારી છે, ખંડપીઠ હાઈકોર્ટની છે પરંતુ છતાં ત્યાંથી કોઈ હાજર નહોતું. આ તો બિલકુલ એવું છે કે દુલ્હા-દુલ્હન વિના જ બેન્ડ પાર્ટી ત્યાં હાજર હતી. મતાએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાથી લઈ સીબીઆઈ સુધી બધા જ તેમને બાય-બાય કેમ બોલી રહ્યા છે.
મમતા બેનરજી આગળ કહે છે કે તેઓ ભારત વિશે નથી જાણતા. તેઓ અહીં માત્ર ગોધરા અને અન્ય દંગા બાદ પહોંચ્યા છે. તેઓ રાફેલના માસ્ટર છે. તેઓ અમારાથી ડરી ગયા છે. કેમ કે અમે એકસાથે મળીને કામ કરી રહ્યા છીએ. હું ક્યારેય ડરી નથી, હંમેશા મારા રસ્તા માટે સંઘર્ષ કર્યો છે. દુર્ભાગ્યની વાત છે કે પૈસાની તાકાત પર તેઓ પીએમ બની ગયા.
આ પણ વાંચો- ઑડિયો ટેપ પર ઘમાસાણઃ કોંગ્રેસનો આરોપ- ધારાસભ્યોને ખરીદવા માગે છે યેદુરપ્પા












Click it and Unblock the Notifications
