ચૂંટણીની દાળમાં મમતા બેનરજીએ લગાવ્યો ગ્લેમરનો તડકો

Posted By:
Subscribe to Oneindia News

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે, આખા દેશની નજર આગામી વડાપ્રધાન કોણ હશે, તેનો જવાબ શોધવામાં લાગી ગયો છે. તમામ પાર્ટીઓ પોત-પોતાની રીતે મતદારોને લલચાવવામાં લાગી ગઇ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને સત્તાધારી પાર્ટીના પ્રમુખ મમતા બેનરજી હવે બદલાતા સમય સાથે પોતાના વોટર્સને લલચાવવા માટેના તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યાં છે. પહેલા મમતા બેનરજી અણ્ણા હજારેને પોતાની સાથે લાવ્યા અને તેમને પોતાની પાર્ટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી લીધા, હવે તે પોતાના વોટ બેન્કને પશ્ચિમ બંગાળના અનેક જાણીતા નામો સાથે પોતાની તરફ ખેંચવાની તૈયારીમાં છે.

તૃણમૂલ કોંગ્રેસ તરફથી જારી કરવામાં આવેલી 42 ઉમેદવારોની યાદીને જોતા તો એવું જ લાગી રહ્યું છે. વર્ષ 2011માં જ્યારે મમતાએ અહીં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ત્રણ દશકાથી પણ લાંબા સમયથી સત્તા પર રહેલા માર્ક્સવાદી પાર્ટીને હરાવી, તો એક ઇતિહાસ બની ગયો. દીદી આ વખતે પણ ઇતિહાસનું પુનરાવર્તન કરવા માગે છે અને આ માટે ક્યારેક જનતાનો ચહેરો રહેલા દીદી હવે જનતા વચ્ચે જાણીતા લોકોનો સહારો લઇ રહ્યાં છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આ વખતે લોકસભા ચૂંટણીમાં વોટર્સ પર દીદીનો જાદૂ જોવા મળશે કે પછી તે દીદીની પાર્ટીને મત આપતી વખતે થોડોક સમય વિચારશે.

ફરીથી ઇતિહાસ બનાવવાની તૈયારી

ફરીથી ઇતિહાસ બનાવવાની તૈયારી

જાણીતા ફુટબોલર બાઇચુંગ ભૂટિયા, એક જાણીતા એકેડેમિક, કલાકારો, બંગાલી ગાયકો અને કેટલાક નામોથી સજેલી આ યાદી સાથે જ દીદીને લોકસભા ચૂંટણી દરમિયાન સફળતા મળશે તે 16 મેનાં રોજ ખબર પડી જશે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજકીય ઇતિહાસમાં સમેટાયેલી મમતાની આ યાદીમાં એવા ઘણા નામોને સ્થાન આપવામાં આવ્યુ છે જેમને રાજકારણનો જરા પણ અનુભવ નથી, પરંતુ તેમની લોકપ્રિયતા જનતામાં ઘણી વધારે છે. જેને જોઇને લાગી રહ્યું છેકે તેમણે આ યાદી થકી ચૂંટણી માહોલને એક નવો રંગ આપવાનો પ્રયાસ કર્યો છે.

પાંચ તબક્કામાં ચૂંટણી

પાંચ તબક્કામાં ચૂંટણી

પશ્ચિમ બંગાળમાં પાંચ તબક્કામાં ચૂંટણી થવાની છે જે અનુસાર 17,24,30 એપ્રિલ અને 7 તથા 11 મેના રોજ મતદાન કરવામાં આવશે. આ પહેલીવાર નથી બની રહ્યું કે લોકસભાની ચૂંટણીમાં જાણીતી હસ્તીઓ થકી મત હાંસલ કરવાનો વિચાર કોઇ રાજકીય પાર્ટીને આવ્યો છે, પરંતુ આ પહેલા વર્ષ 2009માં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝને વોટર્સની સામે રજૂ કરવામાં આવ્યા હતા. તેનાથી અલગ દેશના સદર્ન ભાગમાં એ પરંપરા ચાલી આવી છે, તેવામાં ક્યાંકને ક્યાંક એ વાત તો સ્પષ્ટ છે કે આ પગલાં થકી દીદી વોટર્સ વચ્ચે પોતાની પહોંચને મોટા દરજ્જામાં નોંધાવી એક નવો ઇતિહાસ બનાવવાનું સ્વપ્ન જોઇ રહ્યાં છે.

અન્ય પાર્ટીઓની બરાબરનુ સ્તર

અન્ય પાર્ટીઓની બરાબરનુ સ્તર

દીદીની પાર્ટીમાં ભાજપની જેમ ના તો વધારે લોકપ્રિય નેતાઓની ભરમાર છે અને ના તો કોંગ્રેસ અથવા સમાજવાદી કે પછી અન્ય પાર્ટીઓની જેમ વોટર્સનો એક મજબૂત આધાર છે. પશ્ચિમ બંગાળમાં જરૂર મમતા બેનરજી મજબૂત છે, પરંતુ દેશના અન્ય ભાગોમાં તેમને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. તેવામાં આ મોટા નામો પર થોડોક વિશ્વાસ કરી શકાય છે. જો કે બની શકે કે આ તેમના માટે જોખમી પણ સાબિત થઇ શકે છે. આ તમામ ઉમેદવારોએ દીદી માટે પોતાની વફાદારીને મીડિયામાં જાહેર કરી દીધી છે.

દીદીની યાદીના ઘણા નામો લોકો વચ્ચે જાણીતા

દીદીની યાદીના ઘણા નામો લોકો વચ્ચે જાણીતા

જે નામ દીદીએ પોતાની યાદીમાં જારી કર્યાં છે, તેમાના ઘણા નામ લોકોની વચ્ચે જાણીતા છે, પરંતુ કેટલાક નામો અમુક લોકો સુધી જ જાણીતા છે. સૌથી ખાસ વાત એ છે કે આ ઉમેદવારોને જે સંસદીય બેઠકથી પાર્ટી માટે ચૂંટણી લડાવવાની તૈયારી કરવામાં આવી છે, તે પોતાના ક્ષેત્રમાં સાચા અર્થમાં નેતૃત્વ કરે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ ફૂટબોલર બાઇચુંગ ભૂટિયાને દાર્જલિંગમાંથી ચૂંટણી લડાવવાનું છે. ભૂટિયા દાર્જલિંગ તરફથી છેલ્લા કેટલાક વર્ષોથી જારી ગોરખ જનમુક્તિ મોર્ચાના અવાજને વધુ પ્રબળ બનાવી રહ્યાં છે.

પાર્ટીના ઘણા નેતા અસંતુષ્ટ

પાર્ટીના ઘણા નેતા અસંતુષ્ટ

દીદીના આ પગલાંથી પાર્ટીના ઘણા નેતા અસંતુષ્ટ જણાઇ રહ્યાછે, કારણ કે તેનાથી તેમનો પ્રભાવ ઓછો થઇ જશે. થોડાક સમય પહેલા જ્યારે દીદી તરફથી કોલકતાની એક ગાયિકાને ઉત્તરીય જિલ્લાના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી તો તેને લઇને અનેક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. આ નેતાઓનું માનવું છે કે સેલિબ્રિટી કદાચ સાધારણ તબકાની વચ્ચે જઇને એક મોટું ઉદાહરણ રજૂ નહીં કરી શકે.

પાર્ટીનો પ્રભાવ ઓછો થઇ શકે છે

પાર્ટીનો પ્રભાવ ઓછો થઇ શકે છે

સાથે જ કેટલાક લોકોનું માનવું છ કે, આ મોટા નામો ચૂંટણીમાં જીત નોંધાવી ના શક્યા તો પછી પાર્ટીનો પ્રભાવ ઓછો થઇ શકે છે. તેનાથી અલગ મમતા બેનરજીને હંમેશા એક સામાન્ય વિચાર વાળા રાજકારણી માનવામાં આવે છે અને તેમના આ વિચારને તેમણે પાર્ટીના આદર્શોમાં પણ ઢાળવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હવે લાગે છે કે સેલિબ્રિટીઝના નામનો સહારો લઇને તેમણે પોતાના આદર્શોને ક્યાંક પાછળ છોડી દીધા છે. નોંધનીય છે કે મમતા બેનરજીએ વર્ષ 2012માં પોતાને યુપીએથી અલગ કરી લીધા હતા, પરંતુ રાષ્ટ્રીય સ્તર પર એક લોકપ્રીય નેતાની મહત્વકાંક્ષાને તેમણે હંમેશા જાહેર કરી છે.

જયલલિતાથી નથી કોઇ સમસ્યા

જયલલિતાથી નથી કોઇ સમસ્યા

મમતા એ વાત પહેલા જ જણાવી ચૂક્યા છે તેમને બીજા લોકપ્રિય મહિલા નેતાઓ જેમ કે જયલલિતા અને માયાવતી અથવા તો બીજી પાર્ટીઓ સાથે આવવાથી કોઇ સમસ્યા નથી. મમતાએ એક ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન આ વાત કહીને રાષ્ટ્રીય સ્તર પર પોતાની પકડને વધુ મજબૂત કરવાનો દાવો પણ કદાચ કરી દીધો હતો. વિશેષજ્ઞો પણ એ વાતનો અંદેશો લગાવી રહ્યા છે કે મમતાનો અતિ આત્મવિશ્વાસ પાર્ટી માટે જોખમી સાબિત થઇ શકે છે. બીજી તરફ દીદી આ વખતે લોકસભાની ચૂંટણીમાં કેટલાક બદલાયેલા તેવરો સાથે પાર્ટીને આગળ વધારવાની તૈયારી કરી ચૂક્યા છે.

English summary
Trinamool Congress chief Mamata Banerjee has created a pre-poll sensation, not by announcing any unexpected alliance with any other outfit but by releasing a 'glamour' list of her party's 42 candidates contesting from West Bengal.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.