Assam NRC: બંગાળીઓ અને બિહારીઓને બહાર ફેંકવાની યોજનાઃ મમતા

અસમમાં સોમવારે ચાલી રહેલ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી) ના ફાઈનલ ડ્રાફ્ટ બાદ રાજકીય પાર્ટીઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહી છે.

અસમમાં સોમવારે ચાલી રહેલ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી) ના ફાઈનલ ડ્રાફ્ટ બાદ રાજકીય પાર્ટીઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહી છે. લિસ્ટમાં 40 લાખ લોકોના નામ ગાયબ હોવાને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપનું ષડયંત્ર ગણાવ્યુ છે. મમતા બેનર્જીએ અસમ એનઆરસી મામલે પ્રેસ સાથે વાતચીત કરી અને કહ્યુ કે ભાજપની ચૂંટણી રાજકારણ છે. ભાજપ ભાગલા પાડો રાજ કરોની રાજનીતિ કરે છે. તેમની રાજનીતિ લિંચિંગની, લોકોને વહેંચવાની છે. હું ગૃહમંત્રીને કહેવા ઈચ્છીશ કે નિષ્પક્ષતાના પોતાના દાવા પર કાયમ રહે અને 40 લાખ લોકોના ભવિષ્ય વિશે વિચારે.

mamta

મમતાએ કહ્યુ કે, 'ઘણા લોકો પાસે આધાર કાર્ડ અને પાસપોર્ટ પણ હતા પરંતુ તેમછતાં તેમનુ નામ ડ્રાફ્ટમાં નહોતુ. યોગ્ય દસ્તાવેજો હોવા છતાં લોકોને શામેલ કરવામાં આવ્યા નથી. ઘણા લોકોને તેમની સરનેમના કારણે બહાર કરવામાં આવ્યા. શું સરકાર જબરદસ્તી લોકોને બહાર કાઢવા માંગે છે? અસમમાં રહેતા બાંગ્લાભાષી લોકોને ખાસ કરીને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. બંગાળી બોલનારા અસમમાં રહેતા લોકો રોહિંગ્યા નથી, આ જ દેશના છે. તે લોકો પણ ભારતીય છે પરંતુ કેન્દ્ર સરકાર તેમને નિશાન બનાવી રહી છે.'

તેમણે કહ્યુ કે, 'અમે ચિંતિત છે કારણકે લોકોને પોતાના દેશમાં શરણાર્થી બનવા પર મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ બંગાળીઓ અને બિહારીઓને બહાર ફેંકવાની યોજના છે. આના પરિણામ અમારા રાજ્યમાં પણ જોવા મળશે. જે 40 લાખ લોકોના નામ શામેલ નથી કરાયા તે ક્યાં જશે? શું કેન્દ્ર પાસે તેમના માટે કોઈ રિહેબિલિટેશન પ્રોગ્રામ છે? અંતમાં આનાથી બંગાળને જ નુકશાન છે. આ ભાજપની વોટબેંક રાજનીતિ છે. હું ગૃહમંત્રીને આગ્રહ કરીશ કે સંશોધન કરવામાં આવે. તેમણે જણાવ્યુ કે હું જાતે અસમ જવાનો પ્રયત્ન કરીશ. અમારા સાંસદ પહેલા જ ત્યાં જવા રવાના થઈ ચૂક્યા છે. જોઈએ છે તેમને ત્યાં જવા દેવામાં આવે છે કે નહિ. વળી, ગૃહમંત્રી રાજનાથ સિંહે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન પર કહ્યુ કે જો કોઈનું નામ ફાઈનલ ડ્રાફ્ટમાં ન પણ હોય તો તે તરત ટ્રિબ્યુનલનો સંપર્ક કરી શકે છે. કોઈની સામે કોઈ પ્રકારની બળપૂર્વક કાર્યવાહી કરવામાં નહિ આવે એટલા માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X