For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માઓવાદીના હિટલિસ્ટમાં મમતા, કહ્યું: હું તેમનાથી ડરતી નથી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પશ્વિમ બંગાળ, 26 સપ્ટેમ્બર: પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે જો કે તેમનું નામ માઓવાદીઓના હિટલિસ્ટમાં સૌથી ઉપર છે પરંતુ તે તેનાથી ડરતા નથી અને તે માઓવાદીના જુના ગઢ જંગલમહલની મુલાકાત કરી શકે છે.

મમતા બેનર્જીએ એક જનસભામાં કહ્યું હતું કે મેં સાંભળ્યું છે કે મારું નામ તેમના હિટલિસ્ટમાં સૌથી ઉપર છે. જો તે બહાદુર છે તો તેમને સામે આવવું જોઇએ. હું તેમનાથી ડરતી નથી. જંગલમહલની મુલાકાત લેવાથી મને કોઇ રોકી શકતું નથી. તેમને માઓવાદીને કાયર ગણાવ્યા હતા જે લોકોની હત્યા માટે રાતના અંધારાનો ફાયદો ઉઠાવે છે. તેમને કહ્યું હતું કે વિકાસ પ્રક્રિયાને આગળ વધારવા માટે એક હજાર વાર જંગલમહલની મુલાકાત લઇશ.

મમતાએ લોકોને આહવાન કર્યું હતું કે માઓવાદીઓનો વિરોધ કરે જેથી તે શાંતિમાં ખલેલ પાડી ન શકે. તેમને કહ્યું હતું કે અમે જંગલમહલમાં કેટલાક લોકોને પોલીસ દળ, શહેરી પોલીસ અને ગ્રામીણ પોલીસમાં ભરતી કર્યા છે. વિનાશકારી રાજકારણ કરવા માટે માઓવાદીઓની આકરી ટીકા કરતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે 24 ઇસ્ટર્ન ફ્રંટિયર રાઇફલના તે જવાનોના સન્માનોમાં એક સ્મારક બનાવવામાં આવે જેમનું ફેબ્રુઆરી 2010માં પશ્વિમી મિદનાપુરમાં પોતાની શિબિર પર માઓવાદી હુમલામાં મોત થઇ ગયું છે.

mamata-banerjee

મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેમને પોલીસ વહિવટી તંત્રના આદેશ કર્યો છે કે ઇએફઆરના તે જવાનોના સન્માનમાં એક સ્મારક બનાવવામાં આવશે જેમનું માઓવાદીના હુમલામાં મોત થઇ ગયું. એક સામુદાયિક ટ્રેનિંગ કેન્દ્રની પણ સ્થાપના કરવામાં આવશે.

તેમને કહ્યું હતું કે રાજ્ય સરકાર ગોલતોરે, સિલદા અને જિલ્લાના અન્ય સ્થળોમાં એક પર્યટન પરિયોજના શરૂ કરશે જેથી જંગલમહલમાં વધુ પર્યટકો આવી શકે અને તેનો આર્થિક વિકાસ થઇ શકે.

English summary
Firebrand Trinamool Congress president and West Bengal Chief Minister Mamata Banerjee is on the top of Maoist hit-list, reports said on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X