For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિપક્ષોની મહા રેલીમાં મમતા બેનરજીએ કહ્યું- મોદી સરકારની એક્સપાયરી ડેટ આવી ગઈ છે

મોદી સરકારની એક્સપાયરી ડેટ આવી ગઈ છેઃ મમતા બેનરજી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 2019 લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનજીની આગેવાનીમાં શનિવારે 20 પાર્ટીના નેતાઓ કોલકાતામાં એક મંચ પર જોવા મળશે. 41 વર્ષ બાદ કોલકાતામાં વિપક્ષનો મોટો જમાવડો લાગી રહ્યો છે. ભાજપે આ રેલીને વિપક્ષનો ડર ગણાવ્યો છે. મમતા બેનરજીએ કહ્યું કે આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ 125 સીટ પર સમેટાઈ જશે. મુખ્યમંત્રી મમતા બેનરજીના બુલાવા પર કોલકાતામાં જમ્મુ અને કાશ્મીરથી લઈ તમિલનાડુની રાજનીતિને પ્રભાવિત કરનાર લગભગ તમામ નેતા એક સાથે મંચ પર ભાજપ વિરુદ્ધ શક્તિ પ્રદર્શન કરશે. અહીં વિસ્તારથી જાણો બધી ડિટેઈલ.

mamata banerjee

Newest First Oldest First
3:05 PM, 19 Jan

કેજરીવાલે કહ્યું કે ઠેર-ઠેર દલિતોને મારવામાં આવી રહ્યા છે, મુસલમાનો સાથે અન્યાય થઈ રહ્યો છે.
3:05 PM, 19 Jan

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે મોદી-શાહની જોડીને દેશની પથારી ફેરવી મૂકી, પીએમ મોદીના કારણે ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પરેશાન છે.
3:05 PM, 19 Jan

અખિલેશ યાદવે કહ્યું કે ચૂંટણી નજીક આવતાં સરકાર ઈડી અને સીબીઆઈ સાથે ગઠબંધન કરી રહી છે પરંતુ અમારું ગઠબંધન જનતા સાથે છે.
3:05 PM, 19 Jan

અખિલેશ યાદવ- નવા વર્ષમાં નવા પીએમ આવી જાય તો કેટલી ખુશી થશે. અમે પૂછીએ છે કે જે ફેલ થઈ ગયા, જેમણે દેશને નિરાશ કર્યો, ષડયંત્ર રચ્યું, સમાજમાં નફરત ફેલાવી, તે ભાજપ સિવાય બીજું કોઈ હોય તો જણાવો.
3:01 PM, 19 Jan

કર્ણાટકના સીએમ અખિલેશ યાદવનું સંબોધન- મમતા બેનરજીને ભાજપ પર પ્રહાર કરવા બદલ ધન્યવાદ, સપા-બસપાના ગઠબંધનથી દેશમાં ખુશીની લહેર છે.
3:00 PM, 19 Jan

બીએસપી નેતાએ કહ્યું કે ભાજપ વિરુદ્ધ વિપક્ષે એક થવાનું છે અને સપા-બીએસપીનું ગઠબંધન કરી આની શરૂઆત કરી દીધી છે, આંબેડકરના વિચારોને બચાવવા માટે આપણે કેન્દ્નની સરકારને ઉખાડી ફેંકવાનું કામ કરવાનું થશે.
3:00 PM, 19 Jan

સતીશ ચંદ્ર મિશ્રાએ કહ્યું કે મોદીને હટાવવા માટે સપા-બસપા એક થયા, કેન્દ્રની મોદી સરકાર દરેક મોર્ચે નિષ્ફળ સાબિત થઈ, સરકા બનતા પહેલા કેટલાય વાયદા ક્યા પરંતુ સત્તા મેળવ્યા બાદ તમામ વચન ભૂલી ગયા.
2:58 PM, 19 Jan

કોલકાતાની રેલીમાં એમ કે સ્ટાલિને કહ્યું કે મે મહિનામાં થવા જઈ રહેલ આગામી લોકસભા ચૂંટણી દેશનો બીજો સ્વાધીનતા સંગ્રામ હશે.
2:58 PM, 19 Jan

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ ફારુખ અબ્દુલ્લાએ કહ્યું- ઈવીએમ મશીન નહિ આ ચોરીની મશીન છે, આપણે બધાએ ચૂંટણીપંચ પાસે જવું જોઈએ.
12:41 PM, 19 Jan

યશવંત સિન્હાએ કહ્યું કે કાશ્મીરનું સમાધાન ગોળીથી નહિ, પ્રેમની ગોળિથી થશે, ત્યારે મને દેશદ્રોહી કહેવામાં આવ્યો હતો, પાકિસ્તાનનો એજન્ટ કહ્યો હતો. દેશ આજે એક ખતરનાક વળાંક પર છે, આ સરકારને હટાવવાનો લક્ષ્ય છે.
12:41 PM, 19 Jan

યશવંત સિન્હાએ ભાજપ પર પ્રહાર કર્યો, કહ્યું- દેશના દરેક સંસ્થાનને બરબાદ કરવાની ભાજપે કોશિશ કરી છે. તેમણે કહ્યું કે મોદી મુદ્દો નથી.
12:41 PM, 19 Jan

આરએલડી નેતા જયંત ચૌધરીએ કહ્યું- દેશથી ચોરોને ભગાડવા છે, જો સારા દિવસ લાવવા હોય તો મોદીજીને ભગાડવા પડશે.
12:40 PM, 19 Jan

હાર્દિક પટેલ પણ મંચ પર હાજર, કહ્યું- આ ભાજપના ખાત્માની શરૂઆત, હેમંત શોરેન, અરવિંદ કેજરીવાલ, કુમારસ્વામી સહિત કેટલાય નેતા મંચ પર
11:37 AM, 19 Jan

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ રેલીમાં સામેલ થવા માટે કોલકાતા પહોંચી ચૂક્યા છે.
11:36 AM, 19 Jan

કોલકાતા પહોંચીને અખિલેશ યાદવે કહ્યું કે દેશ આગામી પીએમનો ઈંતેજાર કરી રહ્યો છે જ્યારે નેશનલ કોન્ફ્રેન્સના ચીફ ફારુક અબ્દુલ્લાએ પણ કહ્યું કે તેઓ વિપક્ષની એકતામાં વિશ્વાસ રાખે છે.
11:36 AM, 19 Jan

મમતા બેનરજીએ કહ્યું કે તેઓ અન્ય નેતાઓને આ અવસર પર સાંભળવા માગે છે. આ રેલી શનિવારે બપોરે 12 વાગ્યે શરૂ થશે.
11:36 AM, 19 Jan

બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે પ્રહાર કતા કહ્યું કે પોસ્ટરમાં જેટલા પણ નેતા જોવા મળી રહ્યા છે તેમાંથી કેટલાક થાકેલા છે તો કેટલાક રિટાયર્ડ છે.
11:34 AM, 19 Jan

ભાજપ વિરુદ્ધ વિપક્ષનો હલ્લાબોલ, રૈલી સ્થળે પહોંચ્યાં મમતા બેનરજી
11:33 AM, 19 Jan

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ રેલીને લઈ વિપક્ષી નેતાઓ પર પ્રહાર કર્યો, તેમણે કહ્યું કે થાકેલા અને માર ખાધેલા પહેલવાનો છે જે અખાડામાં જઈ પોતાની કિસ્મત અજમાવવા માંગે છે. કોંગ્રેસ-જેડીએસની બાજુ ઈશારો કરતા તેમણે કહ્યું કે પહેલું ગઠબંધન જ આવા હાલમાં છે તો આગળ શું થશે.
11:32 AM, 19 Jan

ઝારખંડના મુખ્યમંત્રી બાબૂલાલ મરાંડી, વરિષ્ઠ બસપા નેતા સતીશ ચંદ્ર મિશ્રા, ભાજપના પૂર્વ મંત્રી યશવંત સિન્હા, અરુણ શૌરી, રામ જેઠમલાણી અને ભાજપ સાંસદ શત્રુઘ્ન સિન્હા પણ શનિવારે રેલીમાં સામેલ થશે.
11:32 AM, 19 Jan

ભાજપ વિુદ્ધ મંચ પર વિપક્ષ એકઠો થશે, કેજરીવાલ, મલ્લિકાર્જુન ખડગે, ફારુક અબ્દુલ્લા, તેજસ્વી યાદવ, હાર્દિક પટેલ પણ મહા રેલીમાં સામેલ થશે.
11:31 AM, 19 Jan

અખિલેશ યાદવ, એચડી દેવગૌડા, ચંદ્રબાબૂ નાયડૂ, એમકે સ્ટાલિન સહિતના કેટલાય નેતાઓએ કાલે મમતા બેનરજી સાથે મુલાકાત કરી.
11:30 AM, 19 Jan

મમતા બેનરજીએ કેટલાય વિપક્ષી દળોના નેતાઓ સાથે કાલે મુલાકાત કરી
11:29 AM, 19 Jan

કોલકાતામાં મમતાનો મેગા શો, મોટી સંખ્યામાં સમર્થકો આવે તેવી અપેક્ષા, મેદાનમાં ભીડ એકઠી થવા લાગી છે.
11:28 AM, 19 Jan

41 વર્ષ બાદ આ પહેલો અવસર છે જ્યારે આખો વિપક્ષ એક મંચ પર એકસાથે જોવા મળશે.
11:27 AM, 19 Jan

મમતા બેનરજીએ આ રેલીનું આયોજન એ સમયે કર્યું છે જ્યારે આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે લગભગ તૈયારી કરી લીધી છે અને પીએમ મોદીની રેલીઓ પણ શરૂ થઈ ચૂકી છે.
11:27 AM, 19 Jan

આ રેલીનું નામ યૂનાઈટેડ ઈન્ડિયા છે અને તૃણમુલ કોંગ્રેસ આ રેલીના માધ્યમથી વિપક્ષને પણ ક્યાંકને ક્યાંક આગલા પીએમના રૂપે પાર્ટી મુખ્યા મમતા બેનરજીને પ્રબળ દાવેદારના રૂપમાં ગણાવવાની કોશિશ કરી રહી છે.
11:25 AM, 19 Jan

કોલકાતામાં શુક્રવાે ભાજપ વિરોધી મંચ તૈયા કરવામાં આવ્યું હતું, જે બાદ આજે એટલે કે શનિવારે કેટલીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓનો જમાવડો એક સાથે જોવા મળશે.

English summary
Mamata Banerjee will hold a mega rally for a grand alliance of opposition parties live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X