ખરેખર નીતિ આયોગની બેઠકમાં મમતા બેનર્જીનું માઈક બંધ કરી દેવાયુ હતું? જાણો હકિકત

સંસદમાં વિપક્ષી સાંસદોના માઈક બંધ કરવા કુખ્યાત નરેન્દ્ર મોદી સરકાર પર મમતા બેનર્જએ નીતિ આયોગની બેઠકમાં માઈક બંધ કરવાનો આરોપ લગાવ્યો છે.

નીતિ આયોગની બેઠક દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે તેમને બેઠક દરમિયાન બોલવાની તક ન અપાઈ, તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું.

NITI Aayog meeting

તેમણે આરોપ લગાવ્યો કે તેઓ તેમનું ભાષણ પૂરું કરે તે પહેલા જ તેમનું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે આ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને વધુ બોલવાની છૂટ આપવામાં આવી, જ્યારે તેમને માત્ર પાંચ મિનિટ પછી જ અટકાવી દેવામાં આવ્યા.

જો કે નાણામંત્રી નિર્મલા સીતારમણે મમતા બેનર્જીના આ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે દરેક મુખ્યમંત્રીને બોલવા માટે પૂરો સમય આપવામાં આવ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે મમતા બેનર્જીનું માઈક બંધ નથી કરાયું.

મમતા બેનર્જીએ કહ્યું કે, મેં બેઠકનો બહિષ્કાર કર્યો અને બહાર આવી. ચંદ્રબાબુ નાયડુને બોલવા માટે 20 મિનિટનો સમય આપવામાં આવ્યો. આસામ અને છત્તીસગઢના સીએમને પણ બોલવા માટે 10-12 મિનિટનો સમય આપવામાં આવ્યો.

પરંતુ માત્ર 5 મિનિટ બોલ્યા બાદ મને રોકી દેવામાં આવી, આ ખોટું છે. સંઘ અને રાજ્ય વચ્ચે પરસ્પર સહયોગની ભાવના જળવાઈ રહે તે માટે મેં આ બેઠકમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું.

મમતાએ પૂછ્યું કે, સામાન્ય બજેટમાં રાજ્યો સાથે ભેદભાવ કેમ કરવામાં આવે છે. હું સભામાં બોલવા માંગતી હતી પરંતુ મારું માઈક બંધ કરી દેવામાં આવ્યું, આ અપમાન છે. આ સરકાર રાજકીય ભેદભાવ કરી રહી છે. મમતાએ કહ્યું કે વિપક્ષ તરફથી માત્ર હું જ બેઠકમાં હતી, પરંતુ ભેદભાવના કારણે હું બહાર આવી ગઈ.

આ તમામ આરોપો વચ્ચે નિર્મલા સીતારમણે કહ્યું કે, મમતા બેનર્જીએ નીતિ આયોગની બેઠકમાં હાજરી આપી હતી. અમે બધાએ તેમને સાંભળ્યા, દરેક મુખ્ય પ્રધાનને નિયત સમય આપવામાં આવ્યો હતો, તેમને ડિસ્પ્લે સ્ક્રીન પર પણ બતાવવામાં આવ્યા હતા, જે દરેકના ટેબલ પર ઉપલબ્ધ હતી.

અમે જોઈ શકીએ છીએ કે અમારી સામે બે ટેબલ પર સ્ક્રીન હતી. તેમણે મીડિયાને જણાવ્યું કે તેમનું માઈક બંધ કરાયુ. આ સંપૂર્ણપણે ખોટું છે. દરેક મુખ્યમંત્રીને નિયત સમય આપવામાં આવ્યો હતો.

નાણામંત્રીએ કહ્યું કે, જો મમતાજીને યાદ અપાવવામાં આવે કે તેમનો સમય પૂરો થવાનો છે, તે સમયે તેમનું માઈક ચાલુ હતું તો તેઓ વધારાનો સમય માંગી શક્યા હોત અને બોલવાનું ચાલુ રાખી શક્યા હોત, જેમ કે અન્ય મુખ્ય પ્રધાનોએ કર્યું હતું. પરંતુ તેણે એક બહાનું શોધી કાઢ્યું જેથી તે સભામાંથી બહાર આવી શકે. તેઓએ આની પાછળનું સત્ય જણાવવું જોઈતું હતું અને ખોટું વર્ણન ન કરવુ જોઈએ.

કોંગ્રેસ પાર્ટીએ મમતા બેનર્જી સાથે કરવામાં આવેલા વ્યવહાર પર આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે કહ્યું કે નીતિ આયોગે તેની કામગીરીમાં સ્પષ્ટ પક્ષપાત દર્શાવ્યો છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે, 10 વર્ષ પહેલા જ સ્પષ્ટ થઈ ગયું હતું કે નીતિ આયોગ એ PMO સાથે જોડાયેલી ઓફિસ છે. તે ડ્રમ વગાડનાર બિનજૈવિક પીએમની સૂચનાઓનું પાલન કરે છે. આ સંપૂર્ણપણે પક્ષપાતી છે. તે ન તો સ્વતંત્ર છે કે ન તો વ્યાવસાયિક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X