For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાઈ જ બન્યો હેવાન, નાની બહેનના હાથ-પગ બાંધી કરી કાળી કરતૂત

ભાઈ જ બન્યો હેવાન, નાની બહેનના હાથ-પગ બાંધી કરી કાળી કરતૂત

|
Google Oneindia Gujarati News

ગુરુગ્રામઃ ગુરુગ્રામમાં એકવાર ફરી સંબંધોને શર્મસાર કરતો મામલો સામે આવ્યો છે. અહીં પિતરાઈ ભાઈએ દસમામા ભણતી વિદ્યાર્થિનીને બંધક બનાવી રેપ કર્યો. કાળી કરતૂત બાદ કોઈને પણ કહેવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વિદ્યાર્થિની જ્યારે બીજા દિવસે સ્કૂલે ગઈ અને બેભાન થઈ ગઈ ત્યારે સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો.

શું છે સમગ્ર મામલો

શું છે સમગ્ર મામલો

ઘટના 12 નવેમ્બરની છે. વિદ્યાર્થિનીના કાકીની તબિયત ખરાબ હતી. વિદ્યાર્થિનીની માએ તેને જેઠાણીના ઘરે ખાવાનું બનાવવા મોકલી હતી. વિદ્યાર્થિની જેવી ઘરે પહોંચી કે તેનો પિતરાઈ ભાઈ પોતાની માને દવા અપાવવા માટે લઈ ગયો. વિદ્યાર્થિની છત પર રાખેલ ચુલા પર ખાવાનું બનાવવા ચાલી ગઈ. થોડી વાર પછી તેનો પિતરાઈ ભાઈ પોતાની માને દવા આપી પરત આવી ગયો. માને રૂમમાં જ છોડી તે છત પર આવી ગયો હતો.

બંધક બનાવી રેપ કર્યો

બંધક બનાવી રેપ કર્યો

વિદ્યાર્થિની છત પર ખાવાનું બનાવી રહી હતી. પિતરાઈ ભાઈએ તેને પાછળથી પકડી લીધી અને મોઢું દબાવી તેને રૂમમાં ખેંચી ગયો. જે બાદ નરાધમ ભાઈએ તેના હાથ પગ બાંધી રેપ કર્યો અને કોઈને પણ કહેવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.

વિદ્યાર્થિનીએ આપવીતી જણાવી

વિદ્યાર્થિનીએ આપવીતી જણાવી

આગલા દિવસે 13 નવેમ્બરે વિદ્યાર્થિની સ્કૂલે ગઈ અને ક્લાસમાં જ બેહોસ થઈ ગઈ ત્યારે ટીચરે પરિજનોને સ્કૂલમાં બોલાવ્યા, જ્યાં વિદ્યાર્થિનીએ પોતાની આપવીતી જણાવી. પરિજનોની ફરિયાદ પર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. શનિવારે આરોપીને અદાલતમાં હાજર કરી 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં ભોંડસી જેલ મોકલી દીધો.

IRCTCએ 1 મહિનામાં રોકાણકારોના પૈસા કર્યા 3 ગણાIRCTCએ 1 મહિનામાં રોકાણકારોના પૈસા કર્યા 3 ગણા

English summary
man arrested for physically attacked on sister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X