For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર: છપરા રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ પાસે 50 નરકંકાલ મળ્યા

બિહારના સરન જિલ્લાના છપરા રેલવે સ્ટેશન પર જયારે જીઆરપી ઘ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમને આ વાતનો બિલકુલ પણ અંદાઝો ના હતો કે તેની પાસે જે સામાન છે તે બધાના હોશ ઉડાવી શકે છે.

|
Google Oneindia Gujarati News

બિહારના સરન જિલ્લાના છપરા રેલવે સ્ટેશન પર જયારે જીઆરપી ઘ્વારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી ત્યારે તેમને આ વાતનો બિલકુલ પણ અંદાઝો ના હતો કે તેની પાસે જે સામાન છે તે બધાના હોશ ઉડાવી શકે છે. પોલીસે જયારે તેની તલાશી લીધી ત્યારે તેની પાસે 50 જેટલા નરકંકાલ મળી આવ્યા. તેને જોઈને પોલીસ પણ હેરાન થઇ ગઈ. આરોપી વ્યક્તિની ઓળખ સંજય પ્રસાદ તરીકે થઇ છે, જે બલિયા-સિયાલદાહ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો.

આ પણ વાંચો: 10000 વર્ષ જુના કંકાલથી જાણવા મળ્યું કે બ્રિટિશ પૂર્વજ કેવા હતા

વિદેશો સાથે તાર જોડાયેલા હોય શકે છે

વિદેશો સાથે તાર જોડાયેલા હોય શકે છે

પોલીસને આ વાતની શંકા છે કે આરોપી ઉત્તરપ્રદેશના બલિયા શહેરથી આ નરકંકાલ લઈને આવ્યો છે અને તેને ભૂટાન અને ચીનમાં તસ્કરી કરવા માટે લઇ જઈ રહ્યો છે. પોલીસે આ મામલે સંજયની પુછપરછ કરી છે અને તેના મોબાઈલ ફોનમાં સેવ નંબરની પૂછપરછ કરવામાં આવી રહી છે. સોનેપુર ડીએસપી મોહમ્મદ તન્વીર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આરોપી વ્યકતિ પાસેથી નેપાળ અને ભૂતાનની ચલણી નોટો પણ મળી આવી છે. તેની સાથે સાથે ઘણા એટીએમ કાર્ડ પણ મળી આવ્યા છે.

ઘણા એટીએમ કાર્ડ અને વિદેશી ચલણી નોટો મળી

ઘણા એટીએમ કાર્ડ અને વિદેશી ચલણી નોટો મળી

ડીએસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આરોપી વ્યક્તિ પાસેથી બે એટીએમ કાર્ડ અને બે સીમકાર્ડ મળી આવ્યા છે, જે નેપાળના નંબર છે. એટલું જ નહીં પરંતુ તેની પાસે બે ઓળખપત્ર મળી આવ્યા છે. જેમાં એક ઓળખપત્રમાં તે ચંપારણના પહાડપુરનો રહેવાસી બતાવવામાં આવ્યો છે જયારે બીજા ઓળખપત્રમાં તે પશ્ચિમ બંગાળના જલ્પાઈગુડીનો રહેવાસી બતાવવામાં આવ્યો છે. ડીએસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આરોપીને જયારે કોર્ટમાં રજુ કરવામાં આવશે ત્યારે તેઓ તેના રિમાન્ડની માંગ કરશે.

મેડિકલ વિધાર્થીઓમાં માંગ હોય છે

મેડિકલ વિધાર્થીઓમાં માંગ હોય છે

એક અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે નરકંકાલની મેડિકલ વિધાર્થીઓમાં ઘણી માંગ હોય છે. આરોપી વ્યક્તિની ઘણા સમય સુધી પૂછપરછ કરવામાં આવી, જેમાં આ વાત સામે આવી કે આરોપી સાથે બીજા પણ કેટલાક લોકો શામિલ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે આરોપીના નેપાળ અને ભૂટાન સાથે કનેક્શન છે. અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આરોપી પાસેથી જે રીતે વિદેશી ચલણી નોટો મળી આવી તેનાથી સાફ છે કે આરોપી બીજા દેશો સાથે સંપર્કમાં છે.

1000 નરમુંડ

1000 નરમુંડ

ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલા વર્ષ 2009 દરમિયાન સરન પોલીસને એક બસમાંથી 67 નરકંકાલ મળી આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ વર્ષ 2004 દરમિયાન ગયાની ફાલ્ગુ નદીથી 1000 નરમુંડ મળી આવ્યા હતા.

English summary
Man arrested with 50 human skeleton in Saran district of Bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X