For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીફ વેંચતા વ્યક્તિ સાથે મારપીટ, પોર્ક ખાવા મજબુર કર્યો

આસામના બિશ્વાનાથ જિલ્લામાં એક વ્યક્તિ સાથે મારપીટ અને ગાળાગાળી કરવામાં આવી. આ મામલે વીડિયો વાયરલ થયા પછી પોલીસે 5 લોકોની ધરપકડ પણ કરી છે.

|
Google Oneindia Gujarati News

આસામના બિશ્વાનાથ જિલ્લામાં એક વ્યક્તિ સાથે મારપીટ અને ગાળાગાળી કરવામાં આવી. આ મામલે વીડિયો વાયરલ થયા પછી પોલીસે 5 લોકોની ધરપકડ પણ કરી છે. જે વ્યક્તિની પીટાઈ કરવામાં આવી તેનું નામ શોકત અલી છે અને તેની ઉમર 68 વર્ષ છે. વીડિયોમાં તે ઘૂંટણિયે બેઠો છે અને પોતાના જીવની ભીખ માંગી રહ્યો છે. પીડિતના કપડાં માટીમાં રગડાયેલા છે.

જબરજસ્તી સુવરનું માંસ ખવડાવ્યું

જબરજસ્તી સુવરનું માંસ ખવડાવ્યું

સૂત્રો અનુસાર ત્યાં હાજર લોકોએ તેને સજા આપવા માટે બળજબરી તેને સુવરનું માંસ ખવડાવ્યું. હાલમાં સરકારી હોસ્પિટલમાં તેનો ઉપચાર ચાલી રહ્યો છે. વીડિયોમાં લોકો કહી રહ્યા છે કે શુ તું બાંગ્લાદેશી છે? શુ એનસીઆરમાં તારું નામ છે? આપને જણાવી દઈએ કે આસામમાં એનસીઆર ઘ્વારા અવૈધ નિવાસીઓ વિશે જાણકારી મેળવી શકાય છે. ગયા વર્ષે તેનો ફાઇનલ ડ્રાફ્ટ રિલીઝ થયો હતો જેમાં 3 કરોડથી વધારે આવેદકોમાંથી 40 લાખ લોકોના નામ ના હતા.

40 લાખ લોકોની નાગરિકતા પર સવાલ

40 લાખ લોકોની નાગરિકતા પર સવાલ

સોમવારે જાહેર કરવામાં આવેલા ભાજપા મેનીફેસ્ટોમાં કહેવામાં આવ્યું કે એનસીઆર કામને પ્રાથમિકતા સાથે પૂરું કરવામાં આવશે. આસામમાં નેશનલ રજીસ્ટર ઓફ રેકોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે અને તેને અંતિમ રૂપ આપવા માટે રજુ કર્યું છે. એનસીઆર પછી 40 લાખ લોકોની નાગરિકતા પર સવાલ ઉભા થયા છે. જે લોકોનું નામ આ રજીસ્ટરમાં નથી તેને અવૈધ નાગરિક માનવામાં આવ્યા છે. એનસીઆર આવ્યા પછી રાજનીતિ ગરમાઈ ચુકી હતી.

શુ છે એનસીઆર?

શુ છે એનસીઆર?

ખરેખર 1951 જનગણના અનુસાર નેશનલ સીટીઝન રજીસ્ટર બનાવવામાં આવ્યું હતું, જેમાં દરેક ગામમાં રહેતા વ્યક્તિની જાણકારી નોંધવામાં આવી હતી. આ રજીસ્ટરમાં 1951 પછી દરેક વ્યકતિના નામની જાણકારી નોંધાયેલી છે. 1960 પછી આ રજીસ્ટરને પોલીસને સોંપી દેવામાં આવ્યું હતું.

English summary
man beaten and abused for selling beef, forced to eat pork
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X