હાથમાં કપાયેલું માથું અને કૂલ્હાડી લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો શખ્સ
ભુવનેશ્વર, 26 ડિસેમ્બર: ઓડિશામાં જાદૂ-ટોનાની શંકાએ એક વૃદ્ધની માથું વાઢીને કત્યા કરી દેવામાં આવી. ગુરુવારે પોલીસે આવી ચોંકાવનારી જાણકારી આપી. પોલીસ અધિકારી પીકે મંડલે જણાવ્યું કે બાલાસોર જિલ્લાના બગહાજંતા ગામમાં 62 વર્ષીય દુખા સિંહની હત્યાના આરોપમાં 25 વર્ષીય યુવક પુરુષોત્તમ સિંહની ધરપકડ કરી છે.
અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બુધવાર બપોરની છે. આ ઘટની જાણ ત્યારે થઇ જ્યારે આરોપી ખુદ મૃતકનું કાપેલું માથું અને હથિયાર કૂલ્હાડી લઇને પાસેના પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો.

આ વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. ત્યાર બાદ યુવક તેનું માથું લઇને પોલીસ સ્ટેશન પહોંચી ગયો. પોલીસે યુવકની હત્યા કરવા માટે ઉપયોગમાં લીધેલા હથિયાર સાથે ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
