For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન વચ્ચે યુવકે પત્નીનુ શ્રાદ્ધ કરવાના બદલે ગરીબોને જમાડ્યા

કોરોના વાયરસના સંક્રમણના કારણે લાખો ગરીબ લોકોનુ જીવન સંકટમાં છે. આ લોકોની મદદ માટે દરેક જણ પોતાની ક્ષમતા અનુસાર આગળ આવી રહ્યા છે જેથી કોઈ પણ ભૂખ્યુ ના સૂવે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના સંક્રમણના કારણે લાખો ગરીબ લોકોનુ જીવન સંકટમાં છે. આ લોકોની મદદ માટે દરેક જણ પોતાની ક્ષમતા અનુસાર આગળ આવી રહ્યા છે જેથી કોઈ પણ ભૂખ્યુ ના સૂવે. પરંતુ અસમમાં એક યુવકે માનવતાનુ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે. અસમના હોજઈ જિલ્લામાં રહેતા એક વ્યક્તિએ પોતાની પત્નીનુ શ્રાધ્ધ કરવાના બદલે ગરીબ અને જરૂરતમંદ લોકોમાં ફળ વહેંચ્યા. તમને જણાવી દઈએ કે કોઈનુ મૃત્યુ થઈ ગયા બાદ તેના સંબંધીઓ કે પરિવારા સભ્યો તેના સમ્માનમાં શ્રાદ્ધ કરે છે.

વ્યવસાયે ડ્રાઈવર છે ગોપાલ

વ્યવસાયે ડ્રાઈવર છે ગોપાલ

ગોપાલ ગોગોઈ જેની ઉંમર 52 વર્ષની છે તે ભેલુગુરી ગામમાં રહે છે અને વ્યવસાયે એક ડ્રાઈવર છે. તે દર વર્ષે પોતાની પત્નની ધર્મકાંડ અનુસાર શ્રાદ્ધ કરે છે. પરંતુ આ વખતે તેણે શ્રાદ્ધ કરવાના બદલે ગરીબોની મદદ કરવાનો નિર્ણય કર્યો. આખા દેશમાં લૉકડાઉન હોવાના કારણે ગોપાલે આ વર્ષે શ્રાદ્ધ નહિ કરવાનો નિર્ણય લીધો તેના બદલે તેણે 32 ગરીબ પરિવારોને જમવાનુ પૂરુ પાડ્યુ છે. ગોપાલ જણાવે છે કે તે જરૂરતમંદો લોકોની મદદ કરીને બહુ ખુશ છે. તેની પત્ની માટે આનાથી સારી શ્રદ્ધાંજલિ બીજી કોઈ ના હોઈ શકે.

32 લોકોને જમાડ્યા

32 લોકોને જમાડ્યા

ગોપાલે જણાવ્યુ કે મે આ વખતે પોતાના ગામના લોકોને સૂચવ્યુ હતુ, બાદમાં મે નિર્ણય કર્યો કે હું ગરીબ અને જરુરતમંદ લોકોની મદદ કરીશ અને તેમને જમાડીશ. તમને જણાવી દઈએ કે અસમમાં કોરોના વાયરસથી સંક્રમિત 32 કેસ આવી ચૂક્યા છે. 10 એપ્રિલે હેલકાંડી જિલ્લામાં એક કોરોના સંક્રમિત યુવકનુ મોત થઈ ગયુ હતુ.

ભારતમાં મોતનો આંકડો 400ને પાર

ભારતમાં મોતનો આંકડો 400ને પાર

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસથી અત્યાર સુધીમાં ભારતમાં કુલ 12380 કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે 414 લોકોના મોત થઈ ચૂક્યા છે. સારા સમાચાર એ છે કે 1489 લોકો સ્વસ્થ થઈને પોતાના ઘરે પણ જઈ ચૂક્યા છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 10477 છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે મીડિયા સાથે વાત કરીને અપીલ કરી છે કે કોરોના સંક્રમણની રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવે અને ટેસ્ટિંગ વધારવામાં આવે.

આ પણ વાંચોઃ ઋતિક રોશને 4 હજાર ડેઈલી વેજ વર્કર્સ માટે આપ્યુ 25 લાખ રૂપિયાનુ દાનઆ પણ વાંચોઃ ઋતિક રોશને 4 હજાર ડેઈલી વેજ વર્કર્સ માટે આપ્યુ 25 લાખ રૂપિયાનુ દાન

English summary
Man distributed food to needy instead of performing sharaddh amid coronavirus pandemic lockdown.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X