અનોખો ચાહક: મોદી માટે કરી 41 દિવસની તપસ્યા!
મુજફ્ફરનગર, 14 મેઃ ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્ર મોદીના ચાહકો તેમને વડાપ્રધાન પદની ખુરશી પર જોવા માટે અજબ ગજબના કારનામા કરે છે. મોદીના વડાપ્રધાન પદ પર જોવા માટે શાહપુર થાના ક્ષેત્રના ગામ હરસૌલીના નિવાસી રાજેન્દ્ર સિંહ તપસ્યામાં લીન છે. ગામવાસીઓનું કહેવુ છેકે રાજેન્દ્ર ભાજપના નેતા નરેન્દ્ર મોદીના મોટા સમર્થક છે.

તપસ્યામાં લીન રાજેન્દ્રના નીકટના પ્રવીણ કશ્યપે કહ્યું કે, રાજેન્દ્ર પોતાના નેતા મોદીને વડાપ્રધાન બનવાની કામનાને લઇને 41 દિવસની તપસ્યામાં લીન છે. પ્રવીણે જણાવ્યું કે રાજેન્દ્રનું માનવું છેકે મોદીની સરકાર બન્યા બાદ ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી દેશને છૂટકારો મળશે અને તેનાથી જનતાને રાહત મળશે.












Click it and Unblock the Notifications
