For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: વોટ માંગવા આવેલા ધારાસભ્યને જૂતાંનો હાર પહેરાવી દીધો

Video: વોટ માંગવા આવેલા ધારાસભ્યને જૂતાંનો હાર પહેરાવી દીધો

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં લાગેલા ભાજપના ધારાસભ્યને એ સમયે શરમજનક પરિસ્થિતિમાં મૂકવવાનો વારો આવ્યો જ્યારે એક યુવકે તેમને જતૂમ-ચપ્પલનો હાર પહેરાવી દીધો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ શેખાવતના સમર્થકોએ યુવકની ધોલાઈ કરી નાખી હતી.

મત માગવા આવ્યા હતા ધારાસભ્ય

મત માગવા આવ્યા હતા ધારાસભ્ય

આ ઘટના સોમવારે રાત્રે 8 વાગ્યે બની હતી. નાગદા ખાચરોદની સીટ પર બીજીવાર ભાજપ તરફથી ચૂંટણી લડી રહેલ ધારાસભ્ય દિલીપ શેખાવત પોતાના પક્ષમાં પ્રચાર માટે રાત્રે આઠ વાગ્યે ખેડાવદા ગામ પહોંચ્યા હતા. જ્યારે તેઓ સભામાં બધા લોકો સાથે મળી રહ્યા હતા, ત્યારે જ એક યુવક ઉઠ્યો અને તેણે ધારાસભ્યને જૂતાં-ચપ્પલની માળા પહેરાવી દીધી હતી. માળા જોઈ ધારાસભ્ય પણ ભડકી ઉઠ્યા અને તેઓ યુવક સાથે મારપીટ પર ઉતરી આવ્યા હતા.

જુઓ વીડિયો

ત્યાં ઉભેલો એક શખ્સ ઘટના બાદ જૂતાંનો હાર પહેરાવનાર શખ્સને મારવા લાગ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શેખાવતે આ ઘટનાને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પહેલા આવો વિરોધ સરકારને ભારે પડી શકે છે.

આવી રીતે ધારાસભ્યો કરી રહ્યા છે પ્રચાર

આવી રીતે ધારાસભ્યો કરી રહ્યા છે પ્રચાર

જણાવી દઈએ કે ચૂંટણી પ્રચાર માટે હાલ ભાજપ-કોંગ્રેસ બંને પાર્ટીના નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તાજેતરમાં જ મધ્ય પ્રદેશમાં ભાજપના જ એક ઉમેદવાર વોટ માગવા માટે ઘરે-ઘરે જોઈને વાસણ કરતા જોવા મળ્યા હતા. ત્યારે જોવાનું એ રહેશે કે સતત 15 વર્ષથી સત્તા પર રહેલ ભાજપ સરકાર સત્તા યથાવત રાખવામાં સફળ રહેશે કે પછી કોંગ્રેસ ભાજપને ઉખાડી ફેંકશે.

વોટ માંગવા માટે ઘરે-ઘરે જઈ વાસણ ધોઈ રહ્યા છે ભાજપના ઉમેદવારવોટ માંગવા માટે ઘરે-ઘરે જઈ વાસણ ધોઈ રહ્યા છે ભાજપના ઉમેદવાર

English summary
man greets BJP MLA and candidate Dilip Shekhawat with a garland of shoes in Madhya Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X