મદરેસામાં થયા ઘણી વખત બળાત્કાર, ગર્ભવતી બની 14 વર્ષની બાળકી
છત્તીસગઢના કાંકરે જિલ્લાના એક મદરેસામાં ભણવાવાળી એક નાબાલિક બાળકી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસે બળાત્કાર કરનારને પકડી પાડ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીએ બાળકી સાથે ઘણીવાર બળાત્કાર કર્યો. જેના કારણે તે ગર્ભવતી બની ગયી છે.

રાયપુરના એસપી રાજીવ શુક્લાએ જણાવ્યું કે પીડિતાની ફરિયાદ પછી આરોપી આબાદ ફારૂકને પકડી લેવામાં આવ્યો છે. તેમને જણાવ્યું કે 14 વર્ષની બાળકીએ બાળકને મદરેસામાં જ જન્મ આપ્યો.

14 વર્ષની બાળકીએ જયારે મદરેસામાં બાળકને જન્મ આપ્યો ત્યારે આબાદ ફારૂકએ ત્યાંથી ભાગવાની કોશિશ કરી. પરંતુ મદરેસાના ડાયરેક્ટરે તેને પકડી લીધો અને પોલીસને સૂચના આપી.

ફરિયાદ મુજબ ફારુકે બાળકી સાથે ઘણીવાર બળાત્કાર ગુજાર્યો, જ્યારે તે મદરેસામાં ભણતી હતી. કેટલાક દિવસ પછી છોકરીએ ઘરે જઈને મદરેસામાં જવાની ના પાડી દીધી. જેના પર તેના ઘરના લોકોએ તેને કાંકરે જિલ્લાના બીજા મદરેસામાં ભણવા માટે મોકલી આપી.

બાળકીએ આરોપ પણ લગાવ્યો કે ફારુકીએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી .એટલા માટે તેને કોઈને પણ જાણ ના કરી. પોલીસે આરોપી વિરુદ્ધ મામલો નોંધી લીધો છે અને તેની જાંચ પણ કરી રહી છે.













Click it and Unblock the Notifications
