For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવકે ઝેર પીધું તો હોસ્પિટલને બદલે મંદિર લઇ ગયા, મૌત

હરિયાણાના ગુરુગ્રામમાં એક વ્યક્તિએ આત્મહત્યા કરવા માટે ઝેર પી લીધું. અજીબ વાત છે કે તેને હોસ્પિટલ લઇ જવાને બદલે તેનો પરિવાર તેને મંદિર લઇ ગયો, જેને કારણે તેની મૌત થઇ ગઈ

|
Google Oneindia Gujarati News

હરિયાણાના ગુરુગ્રામમાં એક વ્યક્તિએ આત્મહત્યા કરવા માટે ઝેર પી લીધું. અજીબ વાત છે કે તેને હોસ્પિટલ લઇ જવાને બદલે તેનો પરિવાર તેને મંદિર લઇ ગયો, જેને કારણે તેની મૌત થઇ ગઈ. ગુરુગ્રામના રહેવાસી 28 વાર્ના જીવરાજ રાઠોડે 13 મેં દરમિયાન ઝેર પી લીધું. પરિવારને ખબર પડી ત્યારે તેઓ તેને હોસ્પિટલ લઇ જવાને બદલે મંદિર લઇ ગયા. તેને એવું સમજીને વધારે પાણી પીવડાવવામાં આવ્યું કે, તે ઝેર ઓકી નાખશે. તેના બે દિવસ પછી તેની હાલત સારી રહી. પરંતુ બુધવારે તેની હાલત બગડી તો પરિવાર તેને હોસ્પિટલ લઇ ગયા, જ્યાં તેની મૌત થઇ ગઈ.

ઝરણાં કિનારે પડેલો મળ્યો જીવરાજ

ઝરણાં કિનારે પડેલો મળ્યો જીવરાજ

પરિવારને સૌથી પહેલા જીવરાજ ઝરણાં કિનારે બેભાન હાલતમાં મળી આવ્યો. સૌથી પહેલા તેઓ તેને મંદિરમાં લઇ ગયા. પરિવારને વિશ્વાસ હતો કે જીવરાજને દવા નહીં પરંતુ દુવા ઘ્વારા ઠીક કરી શકાશે. પરિવારના આ અંધવિશ્વાસને કારણે જીવરાજને નહીં બચાવી શકાયો. આપને જણાવી દઈએ કે આ કોઈ પહેલો મામલો નથી. અંધવિશ્વાસને કારણે મૌત થયાના મામલા પહેલા પણ આવી ચુક્યા છે.

બીમાર દીકરાને ડોક્ટરને બદલે તાંત્રિકે પાસે બતાવ્યો

બીમાર દીકરાને ડોક્ટરને બદલે તાંત્રિકે પાસે બતાવ્યો

આ પ્રકારનો મામલો હાલમાં 12 મેં દરમિયાન સામે આવ્યો હતો. કેરળના એક 8 વર્ષના બાળકમાં રૅબીઝમાં લક્ષણ દેખાવવા પર માતાપિતા તેને ડોક્ટર પાસે લઇ જવાને બદલે તાંત્રિક પાસે લઇ ગયા. યોગ્ય સમયે સાચો ઉપચાર નહીં મળવાને કારણે બાળકની મૌત થઇ ગઈ. બાળકના માતાપિતાને વિશ્વાસ હતો કે કાળા જાદુથી તેમનો બાળક ઠીક થઇ જશે.

આવો જ હતો બુરાડી સામુહિક આત્મહત્યા મામલો

આવો જ હતો બુરાડી સામુહિક આત્મહત્યા મામલો

આપને જણાવી દઈએ કે દિલ્હીના બુરાડી કેસે સનસની મચાવી હતી. અહીં અંધવિશ્વાસ અને પૂજાપાઠને કારણે એક જ પરિવારના 11 લોકોએ આત્મહત્યા કરી હતી. આ મામલો ઘણા લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો હતો. અહીં પોલીસને ઘરમાં બીજા પણ કેટલાક દસ્તાવેજો મળ્યા હતા, જેથી ખબર પડી કે પરિવારના લોકો જ અંધવિશ્વાસુ હતા.

English summary
Man in Gurugram consumes poison, dies after family rushes him to temple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X