દારૂ માટે પૈસા નહીં આપ્યા તો માં અને ભાઈની હત્યા કરી નાખી
દિલ્હીના ઉત્તમ નગરમાં મંગળવારે રાત્રે એક વ્યક્તિએ પોતાની 75 વર્ષની માં અને નાના ભાઈની હત્યા કરી નાખી.
દિલ્હીના ઉત્તમ નગરમાં મંગળવારે રાત્રે એક વ્યક્તિએ પોતાની 75 વર્ષની માં અને નાના ભાઈની હત્યા કરી નાખી. આરોપ છે કે દારૂ માટે પૈસા નહીં આપવાને કારણે તેને આ પગલું ભર્યું છે. આરોપી સુનિલ અરોરા 52 વર્ષનો છે. ખબર છે કે તેને બે ચપ્પુ, એક કાતર અને એક કપડાં ધોવાના ધોકાથી આ હત્યાને અંઝામ આપ્યો.
આ પણ વાંચો: પત્ની અને 3 બાળકોની હત્યા બાદ વ્યક્તિએ ફેમિલીને કહ્યુ, 'લાશો ઉઠાવી લો'

લાશો પાસે બેસીને બીડી પીધી
આરોપી પોતાની માં અને ભાઈની હત્યા કર્યાં પછી ત્યાં જ બેસીને બીડી પીવા લાગ્યો. આરોપી પોલીસ અને બાકીના લોકો ના આવતા સુધી ત્યાં જ બેસી રહ્યો હતો. સુનિલ પોતાના 48 વર્ષના નાના ભાઈ રાજેન્દ્ર અને માં લતા સાથે ઉત્તમ નગર વિશ્વાસ પાર્કમાં રહેતો હતો. બંને ભાઈઓનો તલાક થઇ ગયો હતો અને તેઓ માના પૈસાથી જીવી રહ્યા હતા. વર્ષો પહેલા બંનેના પિતાની મૌત થઇ ચુકી હતી.

સુનીલને શંકા હતી કે માએ નાના ભાઈને વધારે પૈસા આપ્યા છે
લતાએ થોડા વર્ષો પહેલા જ ઘર વેચ્યું હતું અને તેમનો પરિવાર તે પૈસાથી જીવન વિતાવી રહ્યું હતું. સુનીલને શંકા હતું કે માતાએ પૈસાનો વધારે ભાગ નાના ભાઈને આપ્યો છે. આ કારણે તે માં અને ભાઈને વધારે પસંદ કરતો ના હતો. ત્યારપછી જયારે મંગળવારે તેને માં અને ભાઈ પાસે દારૂ પીવાના પૈસા માંગ્યા અને જયારે તેમને નહિ આપ્યા ત્યારે તેમની હત્યા કરી નાખી.

રોજ ઘરમાં ઝગડા થતા હતા
તેમની નજીક રહેતા એક વ્યક્તિ નરેશ સિંહ ઘ્વારા પોલીસને જણાવવામાં આવ્યું કે તેમના ઘરમાં હંમેશા ઝગડા થતા હતા. આ ઝગડા હંમેશા પૈસાને કારણે જ થતા હતા. નરેશ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને નાના ભાઈને લોહીથી લથપથ ભાગતા જોયો હતો અને તે કહી રહ્યો હતો કે તેને ભાઈએ તેના પર હુમલો કર્યો છે. નાનો ભાઈ રાજેન્દ્ર અને તેની માં મદદ માટે ભીખ માંગી રહ્યા હતા. જયારે અમે વચ્ચે બચાવવાની કોશિશ કરી ત્યારે હાથમાં ચપ્પુ લઈને સુનિલે કહ્યું કે અમારા ઘરના મામલામાં કોઈએ આવવું નહીં.












Click it and Unblock the Notifications
