For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભુજિયાના 2 પેકેટના ચક્કરમાં બિઝનેસમેને 2.25 લાખ ગુમાવ્યા, લૉકડાઉનમાં થઈ રહ્યું છે ઑનલાઈન ફ્રોડ

ભુજિયાના 2 પેકેટના ચક્કરમાં બિઝનેસમેને 2.25 લાખ ગુમાવ્યા, લૉકડાઉનમાં થઈ રહ્યું છે ઑનલાઈન ફ્રોડ

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કોરોના સંકટના કાળના પગલે એકતરફ દેશમા લૉકડાઉન ચાલી રહ્યુ છે તો બીજીતરફ સાઈબર ઠગ ઘણા એક્ટિવ થઈ ગયા છે. સંકટના આ સમયે પણ લોકોને ઠગી રહ્યા છે. એટલું જ નહિ લૉકડાઉન દરમિયાન લોકોને ઠગવા માટે આ ફ્રોડ દરરોજ નવી નવી રીતો અપનાવી રહ્યા છે. તાજા મામલો મુંબઈનો છે, જ્યાં 400 રૂપિયાના ભુજિયાના બે પેકેટ્સના ચક્કરમાં એક શખ્સે પોતાના ખાતામાંથી બે લાખ રૂપિયાથી વધુ રકમ ગુમાવવી પડી. આ મામલે શનિવારે પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો

શું છે સમગ્ર મામલો

મુંબઈના બેરિવલીમાં 40 વર્ષીય બિઝનેસમેને ઓનલાઈન ગ્રોસરી સાઈટ પરથી ઓર્ડર આપ્યો હતો. સામાન ઘરે પહોંચવા પર તેમાં નમકીનના બે પેકેટ ઓછા હતા, જ્યારે શખ્સે પહેલે જ ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હતું. 400 રૂપિયાના આ પેકેટ વિશે માલૂમ કરવા માટે ગ્રાહકે ગ્રોસરી સાઈટની વેબસાઈટ પર ફરિયાદ કરવા માટે ગૂગલથી હેલ્પલાઈન નંબર કાઢ્યો, તે નંબર સાઈબર ફ્રોડ કરનારાઓનો હતો. આ નંબર પર શખ્સે પૈસા પાછા કરવા માટે તેના બેંક અકાઉન્ટ નંબર, રજિસ્ટર મોબાઈલ નંબર અને એટીએમ કાર્ડના 3 ડિજિટ સીવીવી નંબર પણ માંગ્યા.

ખાતામાંથી 2.25 લાખની ઉઠામણી

ખાતામાંથી 2.25 લાખની ઉઠામણી

શખ્સે જાણકારી હાસલ કર્યા બાદ મોબાઈલ નંબર પર એક લિંક મોકલી, બાદમાં યૂપીઆઈ પિન નંબર અને મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી જણાવવા માટે પણ કહ્યું. આ બધી જાણકારી આપ્યાના બે કલાક બાદ જ શખ્સના બેંક અકાઉન્ટમાંથી 2.25 લાખ રૂપિયા ઉઠાવી લેવામાં આવ્યા. બોરીવલી પોલીસે જણાવ્યું કે 2 મેના રોજ શક્સે એફઆઈઆર નોંધાવી, જેમાં જણાવવામાં આવ્યું કે તેણે 22 એપ્રિલે ઑનલાઈન ગ્રોસરી સાઈટથી ખાવાનો કેટલોક સામાન ઓર્ડર કર્યો હતો. સામાન ઘરે પહોંચવા પર તેમાં નમકીનના 2 પેકેટ ઓછા હતા, પરંતુ તેનું પેમેન્ટ પહેલા જ થઈ ચૂક્યું હતું. પહેલી મેએ હેલ્પલાઈન નંબર પર પોતાની બધી બેંક ડિટેલ શેર કર્યા બાદ તેના બેંક અકાઉન્ટમાંથી 2.25 લાખ રૂપિયા ઉપડી ગયા.

લૉકડાઉન દરમિયાન ઓનલાઈન ફ્રોડમાં તેજી આવી, સાવધાન રહો

લૉકડાઉન દરમિયાન ઓનલાઈન ફ્રોડમાં તેજી આવી, સાવધાન રહો

ડીઆઈજી, સાઈબર પોલીસ હરીશ બૈજલે કહ્યું કે, આવા મામલામાં તેજી આવી છે અને લૉકડાઉન દરમિયાન લોકોને ઠગવા માટે સાઈબર ક્રિમિનલ્સ નવી નવી રીતો અપનાવી રહ્યા છે. લોકોએ સાવધાની રહેવાની જરૂરત છે. અમે સલાહ જાહેર કરી અમારા ટ્વીટર હેન્ડલના માધ્યમથી જાગરુકતા પેદા કરીએ છીએ.

સાઈબર ક્રાઈમ એક્સપર્ટ રિતેશ ભાટિયાએ જણાવ્યું કે બેંક અને એટીએમ કાર્ડની બધી જાણકારી મળ્યા બાદ ફ્રોડે ગણતરીની સેકંડમાં વ્યક્તિના ખાતામાંથી પૈસા ઉઠાવી લીધા. સમજમાં નથી આવતું કે લોકો આટલી આસાનીથી સેંસિટિવ જાણકારી કેવી રીતે આપી દે છે. લૉકડાઉનમાં ઑનલાઈન ઓર્ડર વધી ગયા છે, એવામાં સાઈબર ક્રિમિનલ પણ નવા નવા હથકંડા અપનાવી લોકોને લૂંટી રહ્યા છે. લોકોએ સાવધાન રહેવાની જરૂરત છે.

સોનિયા ગાંધીનું મોટું એલાન, ઘરે ફરી રહેલા પ્રવાસી મજૂરોની ટિકિટનો ખર્ચો કોંગ્રેસ ઉઠાવશેસોનિયા ગાંધીનું મોટું એલાન, ઘરે ફરી રહેલા પ્રવાસી મજૂરોની ટિકિટનો ખર્ચો કોંગ્રેસ ઉઠાવશે

English summary
Man loses Rs 2 lakh while inquires about missing packets of snacks online
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X